ભુજમાં 28 બાટલી શરાબ સાથે યુવાનને ઘરમાંથી ઝડપાયો

ભુજ, તા. 17 : શહેરમાં સંસ્કારનગર વિસ્તાર નજીકના પડદાભિટ્ટ હનુમાન મંદિરની સામે રહેતા સુધીરગર નિર્મલગર ગોસ્વામીના ઘર ઉપર દરોડો પાડી પોલીસે તેને રૂા. 11,100ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી પ્રકારના શરાબની 28 બાટલી સાથે પકડી પાડયો હતો. સ્થાનિક એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે ગત રાત્રે આ દરોડો પાડયો હતો. આરોપીને તેના ઘરમાંથી 28 બાટલી દારૂ ઉપરાંત એક મોબાઇલ ફોન સાથે પકડાયો હતો. હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રવિજયાસિંહ ગોહિલે તેની સામે ગુનો દાખલ કરાવ્યો હતો.  

   માધાપરમાં આઠ બોટલ મળી   બીજીબાજુ ભુજ શહેર બી ડિવિઝન પોલીસે તાલુકાના માધાપર ગામે એમ.એસ.વી. હાઇસ્કૂલ પાસેથી બાઇક ઉપર શરાબની આઠ બાટલી લઇ જતા માધાપરના વિશાલસિંહ વીરેન્દ્રાસિંહ જાડેજા અને દિલીપ લાલજીભાઇ બિજલાણીને પકડી પાડયા હતા, પોલીસે બાઇક પણ કબ્જે લીધી હતી.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer