વિશ્વ ચકલી દિન નિમિત્તે લોડાઇ ખાતે 18મીએ ચકલીઘર-કુંડાનું વિતરણ

લોડાઇ (તા. ભુજ), તા. 17 : અહીંના જીવદયા મંડળ દ્વારા આગામી 20મી માર્ચે ચકલી દિન નિમિત્તે તા. 18ના સાંજે 4થી 6 દરમ્યાન બક્ષીપંચ કુમાર છાત્રાલય ખાતે 250 ચકલીઘર અને 180 પક્ષીઓના પાણીના કુંડાનું વિતરણ કરાશે તેમજ તા. 19ના લોડાઇના ધાર્મિક સ્થળોએ વિતરણ કરાશે. આ પ્રસંગે શ્રવણ કાવડિયા સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ હરિભાઇ પટેલ, સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી, પ્રબોધ મુનવર ઉપસ્થિત રહેશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer