ગાંધીધામમાં વધુ એક બંધ મકાનમાંથી થયો હાથફેરો

ગાંધીધામમાં વધુ એક બંધ મકાનમાંથી થયો હાથફેરો
ગાંધીધામ, તા. 12 : શહેરના અપનાનગર વિસ્તારમાં આવેલા એક બંધ મકાનનાં બારી, દરવાજા તોડી તસ્કરો તેમાંથી રૂા. 35,000ની મતાની ચોરી કરી નાસી ગયા હતા. અપનાનગરના બી-14માં રહેનાર ઓમનાબેન ગોપીનાથ નાયર પોતાના પુત્રના ઘરે ધાર્મિક પ્રસંગ હોવાથી મુંબઈ ગયા હતા. દરમ્યાન ગત તા. 6 અને 7ની રાત્રિએ ચોરીનો આ બનાવ બન્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, તસ્કરો આ બંધ મકાનની બારી, દરવાજા તોડીને અંદર ઘૂસ્યા હતા. અંદર ઘૂસેલા શખ્સો ટી.વી. ઈન્વર્ટર, ગેસનો ચૂલો વગેરે મળીને કુલ્લ રૂા. 35,000ની મતાની તફડંચી કરીને નાસી ગયા હતા. શહેરના રેલવે કોલોનીમાં રૂા. 4,08,000ની ચોરીના બનાવમાં હજુ પોલીસને કોઈ સફળતા મળી નથી તેવામાં વધુ એક ચોરીનો બનાવ પ્રકાશમાં આવતાં પોલીસમાં ભારે દોડધામ થઈ પડી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer