કચ્છના પાંચ શિક્ષકોએ પોરબંદરના શૈક્ષણિક ઉત્સવમાં ભાગ લીધો

કચ્છના પાંચ શિક્ષકોએ પોરબંદરના  શૈક્ષણિક ઉત્સવમાં ભાગ લીધો
મુંદરા, તા. 12 : કચ્છ જિલ્લામાંથી પસંદગી પામીને ત્રણ પ્રાથમિક, એક માધ્યમિક અને એક કોલેજ વિભાગમાંથી મળીને કુલ્લ પાંચ ઇનોવેટીવ શિક્ષકોએ સાંદિપની આશ્રમ-પોરબંદર ખાતે પહેલી માર્ચ સુધીના ચાર દિવસીય શૈક્ષણિક નવાચાર ઉત્સવમાં જોડાયા હતા. ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલી અને ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝાની ઉપસ્થિતિમાં શાળા-કોલેજના વર્ગખંડમાં કરેલા પોતાના નાવિન્યપૂર્ણ શિક્ષણ પ્રયોગોનું નિદર્શન કરી કચ્છ શિક્ષણ જગતનું ગૌરવ વધાર્યું હતું. ભુજની હિતેન ધોળકિયા પ્રા. શાળાના અશોક પરમારે એક્ટીવીટી લર્નિંગ પેકેજથી શિક્ષણ, ભીમાસરની માલીસરા વાંઢ પ્રા. શાળાના વિજય ચૌધરીએ હોમવર્ક બોક્ષ, ભુજની જ હાથીસ્થાન કન્યા?શાળાના નીલેશ રાજગોરે આઇ.સી.ટી. બેઇઝ મૂલ્યાંકન તથા અંજારની ડી. વી. હાઇસ્કૂલના ડો. અંજનાબેન મોદીએ ટેકનોલોજી દ્વારા કાવ્ય શિક્ષણ અને મુંદરાની ડી.એલ.એડ. કોલેજના ડો. કેશુભાઇ મોરસાણિયાએ વંદના વાગ્દેવીનીને વિકાસ વિદ્યાર્થીઓના નવા પ્રયોગો રજૂ કર્યા હતા. ત્રિદિવસીય શૈક્ષણિક ફેસ્ટીવલમાં જી.સી.આર.ટી. ગાંધીનગરના નિયામક ટી. એસ. જોષી, પૂર્વ નિયામક ડો. નલિન પંડિત, અમદાવાદ આઇ.આઇ.એમ.ના ડો. રાઠોડ, કેળવણીકાર ડો. ગીજુભાઇ ભરાડ, ડો. કનુભાઇ?કરકરે, ટ્રેઇનર દીપક તેરૈયા સહિતના તજજ્ઞોએ પોતાને સતત અપડેટ રાખવા શિક્ષકોને ટેકનોસેવી બનવાની હાકલ કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer