એચ.આર. ગજવાણી બી.એડ. કોલેજમાં કેમ્પસ ઇન્ટરવ્યૂ યોજાયા : 25 શાળા આવી

એચ.આર. ગજવાણી બી.એડ. કોલેજમાં  કેમ્પસ ઇન્ટરવ્યૂ યોજાયા : 25 શાળા આવી
ગાંધીધામ, તા. 12 : આદિપુરની શૈક્ષણિક સંસ્થા ડો. એચ.આર. ગજવાણી કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા તાજેતરમાં કોલેજ ખાતે બે દિવસીય ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં કોલેજના તમામ વિદ્યાર્થીઓને વિવિધ શાળાઓ દ્વારા નિમણૂક આપવામાં આવી હતી. ભરતી મેળામાં આદિપુર, ગાંધીધામ, અંજાર, ભુજ, ભદ્રેશ્વર સહિતના વિસ્તારની શાળાના આચાર્યો પ્રબંધકો વિવિધ શાળાકિય વિષયના તાલીમ પામેલા શિક્ષકોની વરણી માટે આવ્યા હતા. સાધુ વાસવાણી, ડી.પી.એસ. કે.પી.એસ. અમરચંદ સિંઘવી ઇન્ટરનેશનલ સ્કૂલ, પોદાર સ્કૂલ, સેન્ટઝેવીયર્સ, પી.એન. અમરશી, સરસ્વતી સેવી, માઉન્ટ લીટલ, એકસલસીયર મોડેલ સ્કૂલ, સેન્ટ થોમસ, એકેડેમિક હાઇસ્કૂલ, કે.જી. માણેક, વિના પરીખ સ્કૂલ, ડી.એવી. ગુરુનાનક સ્કૂલ, લર્નર એકેડેમી, આત્મિય વિદ્યાપીઠ, માઉન્ટ કાર્મેલા સ્વામિનારાયણ ગુરુકુળ, સત્યમ મિશન, ચાણક્ય એકેડમી ભુજ, અદાણી સ્કૂલ સહિતની 25 શાળાઓએ કેમ્પસ ઇન્ટરવ્યૂ લીધા હતા. મેળામાં કોલેજના 64 વર્તમાન અને પાંચ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોલેજના તમામ વિદ્યાર્થી શિક્ષકોને એક કરતાં વધુ શાળાઓ દ્વારા પસંદગી કરવામાં આવી હતી. આયોજનને સફળ બનાવવા કોલેજના ટ્રસ્ટીઓ, આચાર્ય તુલના શર્માના માર્ગદર્શન હેઠળ ધર્મિષ્ઠા આહીર, નંદ કિશોર પિમ્પલકર અને અન્ય સ્ટાફ સહયોગી બન્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer