કોમનવેલ્થમાં રમશે ડાંગની સરિતા : ગુજરાતની પ્રથમ મહિલા

કોમનવેલ્થમાં રમશે ડાંગની સરિતા : ગુજરાતની પ્રથમ મહિલા
સુરત, તા. 12: ઓસ્ટ્રેલિયાના કોસ્ટ ખાતે 4 એપ્રિલથી યોજાનાર કોમનવેલ્થ ગેમ્સમાં 4 # 400 મીટર રીલે દોડમાં ડાંગની સરિતા ગાયકવાડની  ભારતીય મહિલા રીલે ટીમમાં પસંદગી થઈ છે. ગોલ્ડન ગર્લ અને ડાંગ એક્સપ્રેસનાં નામે તે જાણીતી છે. રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ભારતનાં શ્રેષ્ઠ 18 પુરૂષ ખેલાડીઓ અને 13 મહિલા ખેલાડીઓને  કોમનવેલ્થ ગેમ્સમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. સરિતાએ તાજેતરમાં જ ઈન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતને બે ગોલ્ડ મેડલ અપાવ્યા હતાં. આ ઉપરાંત સરિતાએ અમેરિકામાં પણ અલગ અલગ દોડ  સ્પર્ધાઓમાં ભાગ લઈને અનેક મેડલ મેળવ્યા છે. સરિતાએ ગુજરાતની પ્રથમ એવી મહિલા એથ્લેટ છે જેની પસંદગી કોમનવેલ્થ ગેમ્સ માટે કરવામાં આવી હોય.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer