મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની ક્રિકેટ ટૂર્ના.માં ભુજની વિશ્વાસ ટીમ વિજેતા

મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની ક્રિકેટ ટૂર્ના.માં ભુજની વિશ્વાસ ટીમ વિજેતા
ભુજ, તા. 9 : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સ્વ. કાંતાબેન વસંતરાય ત્રિવેદીના સ્મરણાર્થે સુપર-8 ક્રિકેટ સ્પર્ધાનું આયોજન ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે તા. 25/2ના કરાયું હતું. ભુજ લોહાણા યુવક મંડળના નિશાંતભાઈ ઠક્કર તેમજ જ્ઞાતિના જ આશિષ ત્રવાડીના સહયોગથી આયોજિત ટૂર્નામેન્ટના દાતા સ્વ. કાંતાબેન વી. ત્રિવેદી હસ્તે શૈલેશભાઈ ત્રિવેદી પરિવાર તથા જ્ઞાતિના પ્રમુખ પુનિતાબેન ભટ્ટ તેમજ જ્ઞાતિના વડીલો જીતુ દવે, જગદીશ ભટ્ટ, પ્રદીપ દવે તેમજ હરેશ ઉપાધ્યાયની હાજરીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રથમ મેચનું શૈલેશભાઈ ત્રિવેદી દ્વારા ટોસ ઉછાળાયો હતો. જ્ઞાતિની કુલ્લ છ ટીમોએ ભાગ લીધો હતો. ફાઈનલમાં બ્રહ્મ ટીમે 7 ઓવરમાં 52 રન કર્યા હતા. વિશ્વાસ ટીમ ભુજે 5 ઓવરમાં વિના વિકેટે કરી લેતાં વિજય મેળવ્યો હતો અને બીજા વર્ષે ચેમ્પિયન ટીમ બની હતી. ફાઈનલમાં મેન ઓફ ધી મેચ વિશ્વાસના કેપ્ટન કુલદીપ ગોર, મેન ઓફ ધ સિરીઝ હર્ષિત ભટ્ટ, બેસ્ટ બેટ્સમેન નિમિષ ભટ્ટ, બેસ્ટ બોલર રુદ્ર દવે તેમજ બેસ્ટ ફિલ્ડર જિગર ત્રિપાઠી અને યોગેશભાઈ જાહેર થયા હતા. જ્ઞાતિના ભાનુભાઈ ઉપાધ્યાય દ્વારા જ્ઞાતિ માટે અનુદાન અપાયું હતું તેમજ ચેમ્પિયન ટીમને પબ્લિક પાર્ક સ્પોર્ટસ ક્લબ તરફથી વિજેતા ટ્રોફી (હસ્તે ધર્મેન્દ્ર ભટ્ટ) અપાઈ હતી. સીમાબેન અંકુર પંડયા તેમજ વિમલ ઉપાધ્યાય, શીલાબેન ડી. ભટ્ટ, નલિનીબેન ભટ્ટ, સાવન ત્રિપાઠી તેમજ અન્ય દાતાઓનો આર્થિક સહયોગ સાંપડયો હતો. ચેમ્પિયન ટીમને પ્રજ્ઞાબેન ત્રિવેદીના હસ્તે ટ્રોફી અપાઈ હતી. અમ્પાયર નીતિન ભટ્ટ, કૃતાર્થ ભટ્ટ, વિશાલ ભટ્ટ અને મિલન ભટ્ટ, સ્કોરર નંદિશ પંડયા, આશિષ ગોર, આનંદ જાની રહ્યા હતા. જ્ઞાતિના હરેશ ઉપાધ્યાય, કુલદીપ ગોર, નિમિષ ભટ્ટ, જગદીશ ભટ્ટ, જીતુભાઈ દવે, દિલીપભાઈ ત્રિપાઠી, કલ્પેશ ત્રિવેદી, આશિષ ત્રવાડી વગેરેએ જહેમત ઉઠાવી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer