શમીનાં મામલે કોલકાતા પોલીસે બીસીસીઆઇ પાસે જાણકારી માગી

કોલકતા, તા.12: પત્નીની હત્યાના પ્રયાસ અને ઘરેલુ હિંસાની જેની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે તે ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીની મુશ્કેલી વધી છે. આ મામલે કોલકાતા પોલીસે તપાસ વધુ ઝડપી બનાવી છે. આ ઉપરાંત પોલીસે બીસીસીઆઇનો સંપર્ક કરીને આ મામલે સહયોગ કરવાનું કહ્યંy છે. કોલકાતા પોલીસે બીસીસીઆઇને પત્ર લખીને દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં શમીની ગતિવિધિ પરની સવિસ્તાર જાણકારી માંગી છે.  જેમાં શમી કઇ હોટેલમાં રોકાયો હતો, કોણ મળવા આવતું હતું વગેરે માહિતી માંગી છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે પત્ની હસીન જહાંએ પતિ શમી પર આરોપ લગાવ્યો છે કે વિદેશ પ્રવાસમાં તે અન્ય મહિલાઓ સાથે આડા સંબંધ બનાવતો હતો. શમી પર મેચ ફિક્સિંગના પણ ગંભીર આક્ષેપ કર્યા છે. બીજી તરફ એવા હેવાલો છે કે મોહમ્મદ શમીના પરિવારજનોએ રવિવારે હસીન જહાંના વકીલ જાકિર હુસેન સાથે બેઠક કરી હતી અને કોર્ટ બહાર સમાધાનના પ્રયાસ કર્યા હતા. આ બારામાં હસીને કહ્યંy કે મારી સાથે કોઇ વાત થઇ નથી. વકીલ સાથે થઇ છે. મને નથી ખબર કે સમાધાન થશે કે નહીં ? શમીએ મને ફોન કર્યો નથી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer