માંડવીમાં હિમોગ્લોબિન પરીક્ષણ કેમ્પનો 152 બહેનોએ લાભ લીધો

માંડવીમાં હિમોગ્લોબિન પરીક્ષણ કેમ્પનો 152 બહેનોએ લાભ લીધો
માંડવી, તા. 12 : ઈન્ટરનેશનલ સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના ઉપક્રમે તાજેતરમાં મહિલાઓ માટે યોજાયેલા હિમોગ્લોબિન રક્ત પરીક્ષણના 179મા કેમ્પનો માંડવી અને આજુબાજુના ગામો સહિત 152 બહેનોએ લાભ લીધો હતો. કેમ્પના કાયમી દાતા પ્રેમજીભાઈ નારાણભાઈ છભાડિયાના આર્થિક સહયોગથી શિવ-શાંતિ ક્લિનિકમાં યોજાયેલા કેમ્પમાં ડો. એસ.બી. મલ્લી અને ડો. આદિત્ય ચંદારાણાએ નિદાનાત્મક કાર્ય કર્યું હતું. જ્યારે ચાંદનીબેન રસિકભાઈ જોષી, વિશનજીભાઈ ગરવા અને શાંતિલાલભાઈ ચૌહાણે લેબોરેટરી ટેકનિશિયન તરીકે સેવા આપી હતી. આ કેમ્પમાં બહેનોને હિમોગ્લોબિન વધારવાની એક માસની દવા વિનામૂલ્યે આપવામાં આવી હોવાનું સંસ્થાના ઉપપ્રમુખ દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. પ્રારંભમાં જાયન્ટ્સ પ્રાર્થના બાદ ઈન્ટરનેશનલ જાયન્ટ્સ ફેડરેશન-3બીના રાજ્યના પ્રમુખ પ્રદીપસિંહ સરવૈયાએ દીપ પ્રાગટય વડે કેમ્પને ખુલ્લો મૂકતાં માંડવીના જાયન્ટ્સ ગ્રુપ દ્વારા છેલ્લા 179 મહિનાથી નોનસ્ટોપ રીતે દર માસના છેલ્લા રવિવારે નિયમિતપણે યોજાતા હિમોગ્લોબિન રક્ત પરીક્ષણ કેમ્પની સરાહના કરી ડો. મલ્લી તેમજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના પ્રમુખ યોગેશભાઈ ત્રિવેદી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા. ફેડરેશનના પૂર્વ પ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતાએ પણ કાયમી પ્રોજેક્ટની સરાહના કરી હતી. પૂર્વ પ્રમુખો રાજેશ ભટ્ટ, ડી.કે. પંચાલ, દીપક સોની અને નરેન્દ્ર સુરુ તેમજ હિંમતસિંહ જાડેજા, ભરત નિર્મળ, વસંતભાઈ ગોસ્વામી, સમીરભાઈ સોની, વસંતભાઈ કોચરા, જીતુભાઈ સોની, હસમુખ સોની, રાજેશ કોંઢિયા, મહેશ જોષી, અમિત સોની, પરેશ અઘેરા, પનુભાઈ દરજી, રંજનબેન મલ્લી, આંખના નિષ્ણાત સર્જન ડો. શિવ મલ્લી ઉપસ્થિત રહ્યા હતા. નીતિન સોમૈયા, જયેશ સાધુ, અલારખા મીર અને ઉમેશભાઈ જોશી સહયોગી રહ્યા હતા. સંચાલન સહમંત્રી સમીરભાઈ સોનીએ કર્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer