માંડવી-મુંદરા વિધાનસભાના લોકપ્રશ્નો સત્વરે હલ થશે

માંડવી-મુંદરા વિધાનસભાના લોકપ્રશ્નો સત્વરે હલ થશે
કોડાય (તા. માંડવી), તા. 12 : માંડવીના આઝાદ ચોક ખાતે ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન રાજ્યમંત્રી વાસણભાઇ આહીરના હસ્તે કરાયું હતું. સ્વામી. સંપ્રદાયના સંતો સ્વામી કૃષ્ણજીવનદાસજી (કોડાય ગુરુકુળ), ડો. સત્યપ્રસાદદાસજી (માંડવી મંદિર)ના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. સ્વાગત પ્રવચન શહેર ભાજપના મહામંત્રી રાજેશ કાનાણીએ કર્યું હતું. ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ માંડવી-મુંદરા વિધાનસભા મત વિસ્તસારના લોકપ્રશ્નો વધુ વેગવાન બનાવવાની ખાતરી આપી હતી. રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે ભાજપને આત્મીય કાર્યકરોનો પક્ષ ગણાવ્યો હતો. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઇ ભાનુશાલીએ વર્તમાન સમયમાં છેવાડા સુધી વિકાસ સાર્થક થયો હોવાનું જણાવ્યું હતું. સાંસદ વિનોદભાઇ ચાવડાએ પ્રજાની વચ્ચે રહી ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાચી ભૂમિકા અદા કરે છે. જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઇ પટેલે લોકોના સંકલન સાથે અને જનવિશ્વાસ સાથે વિકાસકાર્યો ચરિતાર્થ કરવા જણાવ્યું હતું. પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઇ છેડાએ સહિયારા પ્રયાસોથી લોકોની સમસ્યા અને પ્રશ્નો હલ કરવા જણાવ્યું હતું. જિ.પં. પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, દિલીપ ત્રિવેદી, રમેશભાઈ મહેશ્વરી (માજી ધારાસભ્ય), જિલ્લા ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવે, સુજાતાબેન ભાયાણી (નગર અધ્યક્ષા), છાયાબેન ગઢવી, વાલજી ટાપરિયા (પ્રમુખ, મુંદરા તાલુકા ભાજપ), રણજિતસિંહ જાડેજા (મુંદરા તા.પં.), પ્રવીણ વેલાણી (એપીએમસી), મહેન્દ્રસિંહ જાડેજા, રાણશી ગઢવી (કા. ચેરમેન, તા.પં.). અમૂલભાઇ દેઢિયા, પાર્વતીબેન મોતા, કેશુભાઇ પારસિયા મંચસ્થ રહ્યા હતા. કાર્યક્રમમાં મહેન્દ્ર ગઢવી, નરેશ મહેશ્વરી (જિ.પં.), દેવાંગ દવે, નરેનભાઇ સોની, વિક્રમસિંહ જાડેજા, સુરેશ સંઘાર, મેહુલ શાહ, જિજ્ઞેશ કષ્ટા, વરજાંગ ગઢવી (સરપંચ સંગઠન), શિલ્પાબેન નાથાણી, શહેર-તાલુકાના પદાધિકારીઓ-હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન તાલુકા ભાજપ મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું. કુલદીપસિંહ જાડેજા (પ્રમુખ ભચાઉ નગરપાલિકા)એ આભાર માન્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer