ભુજના હમીરસર કિનારે આધેડની લાશ મળી

ભુજના હમીરસર કિનારે  આધેડની લાશ મળી
ભુજ, તા. 12 : શહેરના હમીરસર કિનારે આજે સવારે 11 વાગ્યાના અરસામાં ભુજના સલીમ અકબર દામાણી નામના આધેડ શખ્સની લાશ મળી આવી હતી. જેને સંસ્થાની મદદથી જનરલ હોસ્પિટલ પહોંચતી કરાઇ હતી. આ તકે સત્યમના અધ્યક્ષ દર્શક અંતાણી, સામાજિક અગ્રણી અનવર નોડે, મકબુલ કુંભાર, મધુકાંત ત્રિપાઠી, લોક સેવા ટ્રસ્ટના હેમેન્દ્ર જણસારીએ તરત ફાયર પોલીસ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી અને પોલીસ તથા માનવ જ્યોતના મામદ રફિક, ઇસા બાવાની મદદથી જનરલ હોસ્પિટલ ખાતે પહોંચતી કરાઇ હતી. લાશ નજરે ચડતાં મહિલા અગ્રણી લીલાબેન ઠક્કર, કાન્તાબેન વેકરિયા, જ્યોતિબેન ઠક્કર, મીના ગઢવી પણ મદદરૂપ બન્યા હતા. લોક સેવા ટ્રસ્ટના હેમેન્દ્ર જણસારીએ તરત જ પોતાની સંસ્થાની એમ્બ્યુલન્સમાં લાશને જનરલ હોસ્પિટલમાં પહોંચતી કરી હતી. ફાયર સ્ટાફ સચિન પરમાર, જિજ્ઞેશ જેઠવા, અનીલ મારૂએ પણ ઘટના સ્થળે પહોંચી જઇ વ્યવસ્થા કરી આપી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer