પ્રા. શાળાઓમાં કોમ્પ્યુટર હાર્ડવેરની એજન્સીને કથિત ગેરરીતિ બદલ 10.18 કરોડનો દંડ

ભુજ, તા. 12 : રાજ્યમાં ગુણવત્તાયુક્ત પ્રા. શિક્ષણ પૂરું પાડવાના ભાગરૂપે છ વર્ષ પૂર્વે કુલ્લ 14856 ઉચ્ચ?પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર એડેડ લર્નિંગ પ્રોજેક્ટ હેઠળ ઉત્તર ગુજરાત, કચ્છ અને બનાસકાંઠાની 2144 શાળાઓ માટે ટેન્ડર પ્રક્રિયા દ્વારા મે. એવરોન એજ્યુકેશન લિ. નામની એજન્સીને કોન્ટ્રાક્ટ સોંપાયો પરંતુ તેમાં કથિત ગેરરીતિના પગલે સંબંધિત પાર્ટીને કુલ્લ રૂા. 10.18 કરોડની માતબર રકમની પેનલ્ટી ફટકારાઇ છે. આ એજન્સી દ્વારા ગેરરીતિની ફરિયાદોના પગલે લખપત તા.પં.ના શાસક પક્ષના નેતા અને જિલ્લા કોંગીના પ્રવક્તા પી. સી. ગઢવીની યાદી અનુસાર તેમણે આ પ્રોજેક્ટની માહિતી આર.ટી.આઇ. હેઠળ માગતાં તેમાં ગેરરીતિની ગંધ આવી હતી અને તે અટકાવવા તેમણે ગુજરાત તકેદારી આયોગ ગાંધીનગર તેમજ સંબંધિત તંત્રોનું ધ્યાન દોર્યું હતું. તેના પગલે સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગર પ્રમુખ એવરોન એજ્યુ. લિ.ને કોમ્પ્યુટર અને હાર્ડવેર સમસ્યા નિવારણ ન લાવવા બદલ રૂા. 42.21 લાખ તેમજ સ્કૂલ કો.-ઓર્ડિ.ની નિમણૂક બદલ રૂા. 2.17 કરોડ તેમજ એજન્સીને કરારની શરતો સંદર્ભે કુલ્લ રૂા. 10.18 કરોડની પેનલ્ટી ફટકારાઇ છે. ઉપરાંત ડિપોઝીટની રકમ પણ પરત કરાઇ નથી. ચૂકવણા પણ અટકાવાયા છે. આમ સરકારને છેતરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો હોવાનું શ્રી ગઢવીએ ઉમેર્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer