15મીથી માંડવી તથા કોઠારા ખાતે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં ખરીદાશે

ભુજ, તા. 12 : રાજ્ય સરકાર દ્વારા ચાલુ રવી માર્કેટિંગ સિઝન 2018-19 માટે ઘઉંના ટેકાના ભાવ રૂા. 1735 પ્રતિ કવીન્ટલ નકકી કરાયા છે. આગામી તા. 15-3 થી 31-5 દરમ્યાન પુરવઠા નિગમ દ્વારા ઘઉંની પ્રાપ્તિ માટે એ.પી.એમ.સી. માંડવી તથા કોઠારા (અબડાસા) રમેશ ઈન્જિનિયરિંગ વર્કસ ગોડાઉન જલારામનગર ખાતે ખરીદ કેન્દ્રો  તથા નિગમના દસ ગોડાઉન ખાતે ખરીદી શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ ધારાધોરણ મુજબ જથ્થો સ્વીકારવામાં આવશે. ખેડૂતોએ ઘઉંનો જથ્થો સૂકવી ભેજ રહિત ખરીદ કેન્દ્ર ખાતે લાવવા જણાવાયું છે. ખેડૂતો જ્યારે વેચાણ માટે ઘઉંનો જથ્થો લાવે ત્યારે ઈ-ધરા/ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે પ્રમાણિત અદ્યતન કોમ્પ્યુટરાઈઝ વાવેતરની નોંધવાળા 7-12, ઘઉં 8-અ અને ખેડૂતપોથી, બેંક પાસબુક અચૂક લાવવાની રહેશે. જથ્થો અગ્રતાક્રમ અનુસાર ખરીદવામાં આવશે. આ માટે સ્થાનિકે નિગમ ગોડાઉન ખાતેથી ટોકન મેળવી લેવાના રહેશે. ખરીદાયેલ જથ્થાનું નાણાંકીય ચૂકવણું સત્વરે કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા લધુતમ ટેકાના ભાવે ખરીદીનો ખેડૂતોએ લાભ લેવા અનુરોધ કરાયો છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી વાાિંાિં://ામત. લીષફફાિં.લજ્ઞદ.શક્ષ ઉપર નિગમના સ્થાનિક તાલુકા ગોડાઉન કેન્દ્રોનો સંપર્ક કરવા જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer