દવા વિનાની દુનિયા-રોગમુક્ત દુનિયા અંગે સમજ અપાઇ

ભુજ, તા. 12 : નવી ભોજનપ્રથા દ્રાક્ષ શિબિર પાંચદિવસીય રાયધણપર-ત્રાયા રોડ પર `ઓશો સંકલ્પ ધ્યાન કેન્દ્ર' ખાતે યોજાઇ, જેમાં 28 શિબિરાર્થીઓ જોડાયા હતા. આ પાંચદિવસીય શિબિરમાં ડો. રેવીનભાઇ દુધાત્રા (જૂનાગઢ)એ સાધકોને માર્ગદર્શન આપ્યું હતું. બીજા સત્રમાં ડો. જયેશભાઇ મકવાણા (માંડવી)એ સઘળું માર્ગદર્શન નવી ભોજનપ્રથા વિશે તથા રોગની સમજણ અને તેમાંથી આજ નવી ભોજનપ્રથા રામબાણ ઇલાજ છે. દવા વગરની દુનિયા, રોગમુક્ત દુનિયા અંગે ચર્ચા કરી હતી. તેમણે શિબિરાર્થીઓનું વજન, લોહીનું પરીક્ષણ વિ. અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્રીજા દિવસે ભરતભાઇ પટેલ (મહેસાણા)એ દૂધ અને તેમાંથી થતાં રોગની સમજ આપી હતી. ચોથા દિવસે સાધકો તરફથી તમામના અનુભવો તથા તેમને શારીરિક શું ફાયદો થયો તે વર્ણવ્યું હતું, અને બી. બી. ચૌહાણે ડીવીડી દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. પાંચમા દિવસે શિબિરાર્થીઓએ અનુભવો-ફાયદા વર્ણવ્યા હતા. રોજ રાત્રે ગરબાની રમઝટ પણ શિબિરાર્થીઓએ માણી હતી. શિબિરમાં સવારે ઓશોએ આપેલું તિબેટીન ધ્યાન પ્રયોગ `નાદબ્રહ્મ' કરાવાયો હતો. આગામી શિબિર આગામી તા. 20/21/22 જૂનના નવી ભોજનપ્રથા મેંગો શિબિર બી. વી. ચૌહાણનાં સાંનિધ્યમાં યોજાશે. સંચાલન પ્રભુભાઇ નાકરાણીએ કરેલું, આયોજન વિનોદ સોલંકીએ સંભાળ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer