ભુજના સાડા ત્રણ મહિના જૂના પ્રકરણમાં સાસરિયા સામે ગુનો

ગાંધીધામ, તા. 12 : ભુજના આર્મી કેમ્પ વિસ્તારમાં સાડા ત્રણ મહિના અગાઉ સુંદર અમા (ઉ.વ. 27) નામના પરિણીતાના આપઘાત પ્રકરણમાં તેના સાસરિયા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે કર્ણાટકના કુમારસિંઘ રામસિંઘ રાજપૂતની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે, આ બનાવ ગત 21/10/2017થી અગાઉ પાંચ વર્ષ દરમ્યાન બન્યો હતો. આ બનાવ અંગે પ્રકાશ પ્રતાપસિંઘ રાજપૂત, પ્રતાપસિંઘ ભીમસિંઘ રાજપૂત, શકુબાઈ રાજપૂત, પૂજા પ્રતાપસિંઘ અને પદમા પ્રતાપસિંઘ રાજપૂત વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. સુંદર અમા નામની પરિણીતાએ ગત તા. 21/10ના પોતાના જીવનનો અંત આણ્યો હતો. તેના આ સાસરિયાઓએ માવતરેથી દહેજ લઈ આવવા બાબતે મેણાટોણા મારી તેને શારીરિક, માનસિક ત્રાસ આપી તેને મરવા મજબૂર કરી હતી. આ બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer