લાકડિયાનાં મુમુક્ષુ પૂર્વીબેન હવે પુન્યશ્રી સાધ્વી બન્યાં

લાકડિયાનાં મુમુક્ષુ પૂર્વીબેન હવે પુન્યશ્રી સાધ્વી બન્યાં
ભુજ, તા. 19 : વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ અજરામરવાડી-અંધેરી ખાતે લાકડિયા-કચ્છનાં મુમુક્ષુ પૂર્વીબેન ગાલાનો જૈન ભાગવતી દીક્ષા મહોત્સવ સંપન્ન થયો હતો. લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્રજી સ્વામી, આદિ 9 મુનિ મહારાજો તથા 68 જેટલાં મહાસતીજીઓની નિશ્રામાં યોજાયેલા ઉત્સવમાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીએ દીક્ષામંત્ર પ્રદાન કરતાં ધન-મંજુલ-ગુણના ગુરુણીવાસમાં 60મા ક્રમે તથા સંપ્રદાયના 209મા ક્રમે નવદીક્ષિતનું પુન્યશ્રી મહાસતીજીનું નામાભિધાન કર્યું હતું. મુમુક્ષુના 7 ત્યાગ પ્રતીકોની ઉછામણી 30 લાખ તથા ઉપરણાના વધામણાની ઉછામણીના 12 લાખ મળી કુલ્લ 42 લાખની માતબર દાનની સરવાણી વહી હતી. દીક્ષા પ્રસંગે મુંબઇમાં વિચરતા અન્ય જૈન ફીરકાના સાધુ-સાધ્વીજીઓએ નિશ્રા પ્રદાન કરી હોવાનું ભુજ ખાતેના સંપ્રદાયના જૈન અગ્રણી જગદીશ અ. મહેતા દ્વારા જણાવાયું છે. વિશેષમાં દીક્ષા મહોત્સવ દરમ્યાન આચાર્ય ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનુવર્તી 13 મુનિ મહારાજો તથા 207 મહાસતીજીઓના ભારતભરમાં 60 ચાર્તુમાસો (ચાલુ સાલ વિ. સ. 2074)ની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામી ઠાણા (7), ઘાટકોપર (ઇ.), હિન્દમાતા લેન, વરિષ્ઠ મુનિ ભાસ્કરજી સ્વામી (4), મનફરા- કચ્છ, ડો. નિરંજન મુનિ (2) થાણા ખાતે ચાતુર્માસે પધારશે, જ્યારે કચ્છમાં મહાસતીજીઓના 13 ચાતુર્માસ નક્કી થયા છે. જેમાં મહાસતી પ્રભાવતીજી ઠાણા-7 ભુજ જૈન ભવન, અંજનાકુમારીજી-4 સુવઇ, કુમુદપ્રભાજી-2 આધોઇ, રાજેશ્વરીજી-5, માંડવી, જ્યોતિપ્રભાજી-2 વણોઇ, રશ્મિનાજી-3 નંદાસર, નાનાં હંસાબાઇ-2 માંડવી (શા.કા.), મધુસ્મિતાજી-3 સામખિયાળી, દ્યુતિકુમારીજી-3 લાકડિયા, રતાડિયા તથા રાજેશ્વરીજી ગ્રુપ-ભોરારાનો સમાવેશ થાય છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer