મોટી વિરાણીના કેમ્પમાં 6થી 14 વર્ષ સુધીના દિવ્યાંગોનું નિદાન-સારવાર

મોટી વિરાણીના કેમ્પમાં 6થી 14 વર્ષ  સુધીના દિવ્યાંગોનું નિદાન-સારવાર
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 19 : આ ગામે બી.આર.સી. ભવન ખાતે સર્વ શિક્ષા અભિયાન તળે બ્લોક રિસોર્સ સેન્ટર નખત્રાણા-લખપત તેમજ એ.એલ.એમ. કો. કંપનીના માધ્યમથી યોજવામાં આવેલા નિદાન સારવાર કેમ્પમાં લખપત તથા નખત્રાણા તાલુકાના 250 દિવ્યાંગો એવા શાળામાં ભણતા તેમજ શાળા બહારના 6થી 14 વર્ષના બાળકોની તપાસ-સારવાર કરાઇ હતી. નખત્રાણા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ રામુભા જાડેજાએ રૂપરેખા આપી હતી. કો-ઓર્ડિનેટર ચૌહાણ પોપટભાઇએ દિવ્યાંગ બાળકોને શિક્ષણમાં વધુ રૂચિ દાખવવા માવતરોને ભલામણ કરી હતી. મહામંત્રી ઘનશ્યામ પટેલ, પટેલ વિપુલભાઇ, રશ્મિભાઇ (જિલ્લા કો-ઓર્ડિનેટર), પ્રકાશ કે. પટેલ, ફાણેજા લલિતાબેન, ચંદુલાલ વાઘેલા (સુખપર), ઉમર એસ. ખત્રી (સહમંત્રી ગ્રામ વિકાસ મંડળ) વગેરે હાજર રહ્યા હતા. ડો. સંજયકુમાર સિંઘ (મેડિકલ ઓફિસર, દેશલપર ગુ.), ડો. અજય ત્રિવેદી (આર.બી એસ.કે. એમ.ઓ.) નખત્રાણાએ સેવા આપી હતી. કેમ્પમાં બાળકોના નિદાન, સારવાર કરાયા હતા. દિવ્યાંગો હાડકાંના 88, બહેરા 49 અને અંધજન 26 નખત્રાણા તાલુકામાંથી જ્યારે લખપત તાલુકામાંથી અનુક્રમે 43, 24 તથા 3, એમ કુલ 230 શાળામાં અભ્યાસ કરતા ઉપરાંત બહારના બાળકોએ લાભ લીધો હતો. આગામી માર્ચમાં આ કેમ્પમાં જરૂરતમંદ દિવ્યાંગોને સાધનો ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ સંસ્થા દિલ્હીના માધ્યમથી આપવામાં આવશે. નિદાન સારવાર કેમ્પમાં જોડાયેલા 230 બાળકોને અવર-જવરનું ભાડું તથા ભોજનની પણ સગવડ રાખવામાં આવી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer