વિદ્યાર્થીઓએ નેતા અને આંતરરાષ્ટ્રીય દેશોના પ્રતિનિધિઓની ભૂમિકા ભજવી

વિદ્યાર્થીઓએ નેતા અને આંતરરાષ્ટ્રીય  દેશોના પ્રતિનિધિઓની ભૂમિકા ભજવી
ભુજ, તા. 19 : અહીંની દૂન પબ્લિક સ્કૂલ ખાતે ચાર શાળાઓ માટે એઆઇએમયુએન પરિષદ યોજાઇ હતી. એન.કે. ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલીત દૂન શાળામાં આયોજિત આ પરિષદ હેતુ વિદ્યાર્થીઓમાં આંતર રાષ્ટ્રીય સંબંધો, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય રાજકારણ અને આંતર રાષ્ટ્રીય કાર્યક્રમો વિશે માહિતી અપવાનો હતો. આ પરિષદમાં છ સમિતિ રચાઇ હતી જેમાં યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટસ કાઉન્સિલ, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ઇન્ટરનેશનલ પ્રેસ, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, યુનાઇટેડ નેશન્સ સિકયુરીટી કાઉન્સિલ, લોકસભાનો સમાવેશ કરાયો હતો. વિજેતા શ્રેષ્ઠ વક્તા પ્રનીથ નેંર (ધો. 12) યુએનએચઆરસી બિનોય (ધો. 12) યુએનએસસી ઓનરેબલ રિકમન્ડેશન તરીકે અનમોલ સિંઘ (ધો. 11), લોકસભા, વિશિષ્ટ વકતા તરીકે જય નાણાવટી (ધો. 11), અનુરાગ (ધો. 8) પ્રાંસુસિંઘ  (ધો. 6) અને મૌખિક વક્તા તરીકે ફેનીસ પટેલ (ધો. 10), જીગર પાલ (ધો. 10), રાજવી પંડયા (ધો. 12) અને સાગર ભારદ્વાજ (ધો. 6)ને ઘોષિત કરાયા હતા. સંચાલન પીયૂષ ધિયા (કો. ફાઉન્ડર એઆઇએમયુ એન) દ્વારા કરાયું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer