કંડલામાં ગેસ ગળતરની રાવને લઇને પ્રદૂષણ માપક યંત્ર મુકાયું

કંડલામાં ગેસ ગળતરની રાવને  લઇને પ્રદૂષણ માપક યંત્ર મુકાયું
ગાંધીધામ, તા. 19 : બંદરીય શહેર કંડલામાં છેલ્લા કેટલાક સમયથી ઝેરી રસાયણની અસરની ફરિયાદ ઊઠયા બાદ આખરે આજે કંડલા ખાતે પ્રદૂષણ માપક યંત્ર કાર્યાન્વિત કરવામાં આવ્યું હતું. ગેસ ગળતરની અસરના કારણે રહેવાસીઓને આંખમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ સહિતની ફરિયાદ ઊઠી હતી. આ અંગે પૂર્વ સાંસદ પૂનમબેન જાટે ડીપીટી પ્રશાસન પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ રજૂઆત કરતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. જે તે સમયે કંડલામાં યંત્ર મૂકવા ખાતરી અપાઇ હતી. કંડલામાં દીનદયાલ પોર્ટ ટ્રસ્ટની કચેરીની છત ઉપર ડીપીટી પ્રશાસન દ્વારા પ્રદૂષણ માપક યંત્ર લગાડવામાં આવ્યું હતું. આ યંત્ર મારફત એચ.સી., એન.એચ.-3, એસ.ઓ.-2, એન.ઓ.એફ. સહિતના રસાયણોની વાતાવરણમાં માત્રા ચકાસી શકાશે. આગામી દિવસોમાં નિયંત્રણની શું કામગીરી થાય છે તે જોવું રહ્યું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer