નખત્રાણામાં એસ.ટી. કન્ટ્રોલર પરના હુમલાનો વિરોધ : આવેદનપત્ર અપાયું

નખત્રાણામાં એસ.ટી. કન્ટ્રોલર પરના  હુમલાનો વિરોધ : આવેદનપત્ર અપાયું
નખત્રાણા, તા. 19 : અહીંના એસ.ટી. ડેપોના ટ્રાફિક કન્ટ્રોલ ઓફિસર વાલજીભાઇ મારવાડા ઉપર જાતિ અપમાનિત અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ફરજમાં રુકાવટ કરી માર મારવાના બનાવ અંગે ઉગ્ર રજૂઆત કરી અખિલ કચ્છ મેઘવંશી સમસ્ત સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું હતું. રાજ્યપાલ જોગ લખાયેલા આવેદનપત્રમાં નામજોગ ફરિયાદ કરતાં ઉમેરાયું હતું કે, નખત્રાણા પોલીસ સ્ટેશનમાં તા. 17/2ના ફરિયાદમાં કડક સજા થાય તેવી માંગ કરાઇ હતી. વધુમાં અનુ. જાતિ જનજાતિના અધિકારીને ખોટી રીતે પજવણી અને બદનામ કરવાની પેરવી કરાઇ છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer