ભચાઉમાં ભાજપના નવનિર્વાચિત નગરસેવકો સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ

ભચાઉ, તા. 19 : ભાજપે 28 પૈકી 19 બેઠક પર વિજય મેળવતાં વિજય સરઘસ નગરપાલિકા કચેરીથી નીકળી મેઇન બજાર થઇ વોંધ નાકા પહોંચ્યું હતું. ભાજપે સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધતા દર્શાવી હતી, જ્યારે કોંગ્રેસે ભ્રષ્ટાચાર સાંખી નહીં લેવાય તેવું જણાવ્યું હતું. સરઘસ વેળા ચૂંટણી ઇન્ચાર્જ ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય અને ચૂંટણી સહ ઇન્ચાર્જ રમેશભાઇ મહેશ્વરી, વિકાસભાઇ રાજગોર, રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, પ્રદેશ ભાજપના અગ્રણી અરજણભાઇ રબારીએ અભિનંદન આપ્યા હતા. દરમ્યાન ભચાઉ સુધરાઇના પ્રમુખપદના દાવેદાર કુલદીપસિંહ જાડેજાએ કહ્યું કે, રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટને પગલે પાછલા સમયમાં થયેલા વિકાસકામોથી પ્રભાવિત થઇને માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના નેજા હેઠળ?ચૂંટણીમાં વિજય થયો છે અને ત્રણેક વોર્ડમાં ડિપોઝિટ જાય તેવો પરાજય કોંગ્રેસને ખમવો પડયો છે, રાજ્ય સરકારના સહયોગે ભાજપ પાર્ટીના ચૂંટાયેલા નગરસેવકો અવિરતપણે નગરનો સર્વાંગી વિકાસ કરવા સક્રિય બની રહેશે. દરમ્યાન મીડિયા સમક્ષ ભચાઉ તાલુકા કોંગ્રેસના પ્રમુખ અશોકસિંહ ઝાલાએ કહ્યું કે, ગત વખતે થયેલો બેફામ ભ્રષ્ટાચાર હવે અમે નહીં થવા દઇએ, સારો વહીવટ, સત્તાપક્ષ મનમાની ન કરે તેવા પ્રયત્નો ચૂંટાયેલા નવ સભ્યો કરશે. પાંચ બેઠક નજીવા મતથી હાર્યા છીએ, સત્તાપક્ષની પદ્ધતિથી ઉમેદવારોને પ્રચારમાં અને વિવિધ પ્રકારે પરેશાની થઇ. આમ છતાં કોંગ્રેસને આટલી બેઠક- આટલું  અમારા તરફી મતદાન કર્યું તેથી સબળ ભૂમિકા નગરની પ્રજા માટે ભજવશું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer