મોટી ખેડોઇમાં યુવાન પર ધારિયાંથી હુમલો

ગાંધીધામ, તા. 19 : અંજાર તાલુકાના મોટી ખેડોઇ ગામમાં અગાઉની બોલાચાલીનું મનદુ:ખ રાખી પાંચ શખ્સોએ એક યુવાન ઉપર ધારિયા વડે હુમલો કર્યો હતો. મોટી ખેડોઇમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે કાનો નરપતસિંહ જાડેજા ઉપર ગઇકાલે રાત્રે આ હુમલો થયો હતો. અગાઉની બોલાચાલીનું મનદુ:ખ રાખી તેની પાસે ગામનાં જ ભીખુભા નટુભા જાડેજા, ઉપેન્દ્રસિંહ વીરેન્દ્રસિંહ જાડેજા, અમરદીપસિંહ ગીરૂભા જાડેજા તથા બે અજાણ્યા ઇસમો આવ્યા હતા. ભીખુભાએ અચાનક ધારિયાં વડે હુમલો કરી આ યુવાનને ઇજાઓ પહોંચાડી હતી તેમજ અન્યોએ ધકબુશટનો માર મારી પાંચેય નાસી ગયા હતા. મારામારીના આ બનાવમાં આગળની  તપાસ વાલાભાઇ આહીરે હાથ ધરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer