ગાંધીધામમાં પાંચ જણે યુવાન પર કર્યો હુમલો

ગાંધીધામ, તા. 19 : શહેરના ગૂડઝ શેડ નજીક સાઇકલ પર જતા એક યુવાનને રોકાવી પાંચ શખ્સો તેને છરી મારી નાસી ગયા હતા. શહેરના કાર્ગો વિસ્તારમાં રહેતા અને એસ.જી.એસ. કંપનીમાં ખાનગી સુરક્ષા કર્મી તરીકે કામ કરતા અવિનાશસિંઘ વિક્રમસિંઘ તોમર નામના યુવાન ઉપર હુમલો કરાયો હતો. આ યુવાન સાઇકલથી જઇ રહ્યો હતો. ત્યારે ગૂડઝ શેડ નજીક મચ્છી માર્કેટ પાસે પાંચ અજાણ્યા શખ્સોએ તેને રોકાવ્યો હતો અને તેની સાથે ઝપાઝપી કરી તેના પેટમાં છરી ભોંકી નાસી ગયા હતા. ઝપાઝપી અને મરામારીના આ  બનાવમાં તેનો મોબાઇલ, એ.એટી.એમ. કાર્ડ, પાનકાર્ડ, પર્સ વગેરે કયાંક પડી ગયા હતા. લૂંટ જેવા આ બનાવમાં પોલીસે મારામારીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer