કાસવતી નદી પર 2.92 કરોડના ખર્ચે પુલ બંધાશે

કાસવતી નદી પર 2.92 કરોડના ખર્ચે પુલ બંધાશે
ભુજ, તા. 17 : આજે નાડાપા ખાતે કાસવતી નદી પરના રૂા. 2.92 કરોડના સેવા સેતુ બંધનું અન્ય આગેવાનો સાથે ભૂમિપૂજન કરતાં રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે ત્વરિત નિર્ણય, મહાપુણ્ય એ જ તેમની સરકારનો મુદ્રાલેખ છે તેવું જણાવ્યું હતું અને નાડાપા-હબાય તથા 24 ગામોનો જૂનો, પેચીદો કાસવતી નદી પરના મેજર બ્રિજનો પ્રશ્ન ઉકેલવાની દિશામાં મંગળાચરણને યાદગાર ઉપલબ્ધિ ગણાવી હતી. શ્રી આહીરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ સી.એમ. નીતિનભાઈ પટેલ દ્વારા સાંપડેલા સહકાર, હૂંફને પ્રજાભિમુખ સુશાસનનું ઉદાહરણ ગણાવી પોતાના પાંચમીવાર ધારાસભ્યપદ, મંત્રીપદ માટે હબાય, ધ્રંગ, નાડાપા, લોડાઈ સહિત 24 ગામોના મતદારોને યશભાગી ગણાવ્યા હતા. હબાય ખાતે માધ્યમિક શાળા, વાજબી ભાવની દુકાન તથા બાકીનો 300 મીટર સી.સી. રોડ સમેતની માગણીઓ આગામી ટૂંક સમયમાં પૂર્ણ કરવાની ખાતરી આપતાં ના.કા.ઈ. (પં.) આર.જે. મકવાણાને 300 મીટર સી.સી. રોડ અંગેની વિગતવાર દરખાસ્ત તૈયાર કરવા સ્થળ પર જ સૂચના શ્રી આહીરે પાઠવી હતી તથા મેજર બ્રિજના કામમાં ગુણવત્તા, સમયમર્યાદા બાબતે સંપૂર્ણ કાળજી રાખવા સૂચના આપી હતી. આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જીવા શેઠ, જિલ્લા બાંધકામ સમિતિના અધ્યક્ષ હરિભાઈ જાટિયા, મોવડી રૂપા શેઠે પ્રાસંગિકમાં વાસણભાઈની નાગરિકો માટેની સંવેદના, વિકાસની સતત ખેવનાને અનુકરણીય ગણાવી હતી. વાસણભાઈ વિશા, જિલ્લા પંચાયત સદસ્ય ચનાભાઈ બાળા, આલાભાઈ ભચુભાઈ, દેવરાજ આહીરનું સતાપર ગોવર્ધન ટેકરી પાસે કન્યા હોસ્ટેલ, શૈક્ષણિક સંકુલ માટે નાની-અનામી દાતાગણનું રાજ્યમંત્રી દ્વારા ખાસ સન્માન કરાયું હતું. પ્રારંભમાં પ્રસંગ પરિચય, સૌનું કચ્છી પાઘ, શાલ, પુષ્પથી સ્વાગત ના.કા.ઈ. આર.જે. મકવાણા, હબાય સરપંચ હરિભાઈ કેરાસિયા, નાડાપા સરપંચ દેવજીભાઈ કાંગી, ધનજીભાઈ કેરાસિયા, કાનજીભાઈ સામજી, ત્રિકમ ગોપાલ, ધનજી શિવજી ડાંગર, એપીએમસી ડાયરેક્ટર સામજીભાઈ,ડાયરેક્ટર હરિભાઈ તથા આગેવાનોએ કર્યું હતું. સંચાલન હરિભાઈ આહીર તથા આભારવિધિ સરપંચ દેવજીભાઈ કાંગીએ કરી હતી. આ પ્રસંગે મા વાઘેશ્વરી ધામના મહંત લક્ષ્મણગિરિ બાપુ, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન ચાવડા, જિલ્લા ભાજપના સતીશભાઈ વાલાભાઈ, ધાણેટી સરપંચ વાઘજીભાઈ માતા, વડીલ ભચુ બાપા, વાલાભાઈ ઉપપ્રમુખ, ચપરેડી સરપંચ દામજી ગાગલ, સામજીભાઈ ડાયરેક્ટર, કાનજીભાઈ રાણા, કાનાભાઈ ગોપાલ, દેવરાજભાઈ આહીર, બક્ષીપંચ મોરચાના મનજીભાઈ, સામજીભાઈ કરશન, હરિભાઈ માતા, હમીરભાઈ ચાવડા, જાનમામદ ખલીફા, હબાય, નાડાપા તથા આસપાસનાં ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer