માંડવીની શેઠ ખી.રા. કન્યાશાળાની છાત્રાઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી

માંડવીની શેઠ ખી.રા. કન્યાશાળાની છાત્રાઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી
કોડાય (તા.માંડવી), તા.16 : શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયની ધો.11ની વિદ્યાર્થિની ગઢવી હિરલ દેરાજભાઈએ અન્ડર-19 કેરમ સ્પર્ધામાં તામિલનાડુ ખાતે ઉત્કૃષ્ટ દેખાવ કરતાં રાષ્ટ્રીય કક્ષાએ પાંચમો ક્રમ મેળવ્યો હતો. ધો.12ની વિદ્યાર્થિની ા}માણી કાજલ જેન્તીલાલે અન્ડર-19 બોલ- બેડમિન્ટનમાં તેલંગણા ખાતે ભાગ લીધો હતો. જ્યારે ધો.9ની જાડેજા મિતલબા નવુભાએ અન્ડર-17માં ટેનિસ ક્રિકેટમાં છતીસગઢ ખાતે ભાગ લીધો હતો. શાળાના માનદ મંત્રી ભરત વેદ, આચાર્યા હંસાબેન પંડયા તેમજ સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા હતા.  શાળાના બન્ને વ્યાયામ શિક્ષિકાઓએ માર્ગદર્શન આપી નેશનલ સુધી પહોંચાડેલ તે બદલ તેમને પણ અભિનંદન અપાયા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer