સફળતાનું શ્રેય પત્ની અનુષ્કાને આપતો વિરાટ

સફળતાનું શ્રેય પત્ની  અનુષ્કાને આપતો વિરાટ
સેન્ચુરીયન, તા. 17 : દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટીમ ઈન્ડિયાને પ્રથમ વન-ડે શ્રેણીમાં વિજય અપાવ્યા બાદ કપ્તાન વિરાટ કોહલીએ કપરા દિવસોમાં સાથ આપી મનોબળ વધારવા બદલ પત્ની અનુષ્કા શર્માનો આભાર માનવાની સાથે જ જણાવ્યું હતું કે અત્યારે તે આવતા વર્ષના વિશ્વકપના મિશન માટે સુધારાઓ માગી લેતા પહેલુઓ પર વિચાર કરી રહ્યો છે. મારી નજીક રહેલા લોકોને જીતનું શ્રેય જાય છે. મારી પત્નીએ આખા ક્રિકેટ પ્રવાસ દરમ્યાન મારું મનોબળ વધાર્યું છે અને મારા માટે આ એક અદ્ભુત બાબત છે એમ કોહલીએ મેચ બાદ જણાવ્યું હતું. મારી કારકિર્દીમાં હવે માત્ર આઠ કે નવ વર્ષ રહ્યાં છે અને હું દરેક દિવસે વધુ કરવા માગું છું. સૌના આશીર્વાદ છે કે હું ફિટ છું અને દેશ માટે કપ્તાની કરી રહ્યો છું એમ તેણે કહ્યું હતું. આગામી વિશ્વકપ મિશનની તેણે અત્યારથી તૈયારી કરી દીધાનો સંકેત આપતાં કહ્યું કે મેં સુધારાઓ માગતી બાબત અલગ તારવી લીધી છે અને એક ટીમ તરીકે અમે સાથે બેસીને આ બાબતે ચર્ચાઓ કરીશું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer