પાટણ આત્મવિલોપનની ઘટનાને કચ્છ દલિત સમાજે વખોડી કાઢી

પાટણ આત્મવિલોપનની ઘટનાને કચ્છ દલિત સમાજે વખોડી કાઢી
ભુજ, તા. 17 : પાટણ જિલ્લાના ઉંઝાના વતની ભાનુભાઇ વણકરની જમીન માગણી પ્રશ્ને જિલ્લા કલેક્ટર કચેરી પાટણ ખાતે આત્મવિલોપન કરીને દેહત્યાગ કરનાર દલિત સમાજના પ્રૌઢ શખ્સની આત્મવિલોપનની ઘટનાને સખત શબ્દોમાં વખોડી મૃતકને શ્રદ્ધાંજલિ આપી કચ્છ જિલ્લાના દલિત સમાજના   જમીન પડતર  પ્રશ્નો તાકીદે ઉકેલવા સરકાર સમક્ષ માગણી કરી હતી. ભુજ ખાતે સમગ્ર કચ્છ દલિત સમાજની મળેલી બેઠકમાં આત્મવિલોપન કરનાર મૃતક ભાનુભાઇ વણકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે  અખિલ કચ્છ ગુર્જર મેઘવાળ સમાજના પ્રમુખ અને રાષ્ટ્રીય અનુજાતિ આયોગ સબ કમિટીના સભ્ય ધર્મેન્દ્રભાઇ ગોહિલે સમગ્ર ઘટનાને દુ:ખદ ગણાવી હતી. કચ્છમાં દલિત સમાજના પડતર પ્રશ્નો તાકીદે ઉકેલવા માગણી કરી હતી. આ પ્રસંગે  સમગ્ર કચ્છ દલિત સમાજના આગેવાનો માજી ચેરમેન ગોપાલભાઇ?ચાવડા, જિલ્લા પંચાયત સભ્ય વસંતભાઇ વાઘેલા, મીઠુભાઇ વાઘેલા, સામજીભાઈ વાણિયા,  મોહનભાઈ ચાવડા, એડવોકેટ ધનજીભાઇ મેરિયા, રમેશભાઇ ગરવા, નાગવીરી સરપંચ મુરજીભાઇ સંજોટ,  વિગોડી સરપંચ નથુભાઇ વાઘેલા, સામજીભાઇ દાફડા, રાજુભાઇ દાફડા, રમેશભાઈ દાફડા, નીલેશભાઈ દાફડા, રવજીભાઇ ચાવડા, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા કચ્છ જિલ્લાના કાર્યકારી પ્રમુખ રાણુભા જાડેજા હાજર રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer