જીવનમાંથી પ્રપંચ અને તંત કાઢી નાખે તે વ્યક્તિ બને સંત સમોવડી

જીવનમાંથી પ્રપંચ અને તંત કાઢી  નાખે તે વ્યક્તિ બને સંત સમોવડી
મોટા ભાડિયા (તા. માંડવી), તા. 17 : આ ગામથી નાની ખાખર તરફ જતા માર્ગે ખીમશ્રીમાની વાડીએ ખીમશ્રીમાનો 77મો જન્મોત્સવ ભક્તગણો દ્વારા ઊજવાયો હતો. નાગશ્રીમા અને સંતોના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. આ પ્રસંગે સંત પાલુ ભગતે સમાજમાં કેળવણીયુક્ત શિક્ષણની વ્યાખ્યા સમજાવી ખીમશ્રીમાએ ચીંધેલા માર્ગે ચાલવા અને સંગઠનને વધુ પ્રબળ બનાવી ચારણત્વની ગરિમા વધુ દૈદિપ્યમાન બનાવવા આહ્વાન કર્યું હતું. માનવીના જીવનમાંથી પ્રપંચ-તંત નીકળી જાય તો સંત સમો દરેક વ્યક્તિ બની શકે છે તેવું જણાવી ધર્મના માર્ગે ચાલવા તેમણે જણાવ્યું હતું. ડાહ્યાભાઇ ભગત (મોટી ખાખર), પી. એન. ગઢવી (માજી નગરપતિ, ખંભાળિયા), કવિ આલ સહિતનાઓએ ધર્મ, સંગઠન અને શિક્ષણ સંદર્ભે પ્રકાશ પાડી પ્રવચનો કર્યા હતા.મંચસ્થ દેવલમા (વેરાવળ), કામઇમા (રાજલધામ), નાગેશ્વરીમા (ભાવેશ્વર મહાદેવ), સામરાભાઇ ગઢવી (પૂર્વ પ્રમુખ, ચારણ સમાજ), વાલજીબાપા, શિવરાજ ગઢવી (લુણી), ભવાનભાઇ જોષી સહિત ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વરાત્રિએ સ્થાનિક કલાકારોએ સંતવાણીની રમઝટ બોલાવી હતી. મહાપ્રસાદના દાતા મોમાયાભા ધાનાભા ગઢવી (જામ જોધપુર) રહ્યા હતા. હરિભાઇ ગઢવી, રાણશીભાઇ ગઢવી, પ્રભુભાઇ ગઢવી, કાનજીભાઇ ગઢવી (સિંધોડી), પુનશીભાઇ ગઢવી (તા. પં. સદસ્ય), વરજાંગ ગઢવી (સરપંચ સંગઠન પ્રમુખ), ઇશ્વર ગઢવી (નાની રાયણ), સામતભાઇ ગઢવી, નાગશી ગઢવી (સરપંચ) સહિત આગેવાનો અને કચ્છ ઉપરાંત જામ ખંભાળિયા, જામ જોધપુરથી આઇ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા સમિતિના કલ્યાણ ગઢવી, પાલુભાઇ ગઢવી, ખેંગાર ગઢવી અને યુવાનોએ સંભાળી હતી. સંચાલન આશાનંદ ગઢવી (સાહિત્યકાર) અને આભારવિધિ કલ્યાણ કમાએ કર્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer