મુંબઈમાં કચ્છી લોહાણા મહાજન દ્વારા 70મા સરસ્વતી સન્માન સમારોહમાં 150 છાત્રોનું બહુમાન

મુંબઈમાં કચ્છી લોહાણા મહાજન દ્વારા 70મા  સરસ્વતી સન્માન સમારોહમાં 150 છાત્રોનું બહુમાન
મુંબઈ, તા. 17 : બૃહદ મુંબઈમાં રહેતા કચ્છી લોહાણા જ્ઞાતિના ગત એસએસસી, એચએસસી, ડિપ્લોમા/ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા 150 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓનું અભિવાદન મહાજન આયોજિત 70મા સરસ્વતી સન્માન સમારોહમાં કરાયું હતું. શિક્ષણ સમિતિ આયોજિત સમારોહ તા. 21ના પ્રમુખ વસંતભાઈ માણેકની અધ્યક્ષતામાં યોજાયો હતે જેમાં મહાજનના ટ્રસ્ટીઓ મનુભાઈ કોઠારી, પ્રતાપભાઈ વી. ઠક્કર,  પ્રસિદ્ધ કવિ સંચાલક શોભિત દેસાઈ મુખ્ય મહેમાન તરીકે, ધર્મેન્દ્રભાઈ કારિયા-પ્રમુખ નવી મુંબઈ, દિનેશભાઈ ઠક્કર-પ્રમુખ પશ્ચિમ વિભાગ, પરેશભાઈ મજેઠિયા-પ્રમુખ ઉપનગર, અતિથિવિશેષ સાથે ઉપપ્રમુખ પંકજભાઈ ચોથાણી-નવી મુંબઈ ટ્રસ્ટી મોહનભાઈ ઠક્કર, સેવા મંડળ રામબાગ-માટુંગાના ટ્રસ્ટીઓ માલતીબેન કોઠારી અને ભરતભાઈ સચદે દ્વારા દીપપ્રજવલન કરાયું હતું. સ્વાગત પ્રવચન માનદ મંત્રી નીતિન પાંધીએ કર્યું હતું. લોહાણા મહાપરિષદ દ્વારા આદર્શ મહાજન સંસ્થાનો એવોર્ડ પ્રાપ્ત લોહાણ સમાજ નવી મુંબઈના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ કારિયા,  દાતાઓ મહેન્દ્રભાઈ ચંદન, હીરાલાલભાઈ મૃગ, પારસભાઈ અનમ, પંકજભાઈ મંગલદાસ, રમેશભાઈ ઠક્કર, રાજીવ ઠક્કર, જ્યોત્સના ચંદેનું બહુમાન કરાયું હતું. પ્રતાપભાઈ ઠક્કર, ધર્મેન્દ્રભાઈ, વસંતભાઈ અને શોભિતભાઈએ પ્રાસંગિક વકતવ્યો આપ્યા હતા. તેજસ્વી છાત્રાને મહાજન દ્વારા તેમના ફોટા સાથેના લેમિનેટેડ સર્ટિફિકેટ સાથે દાતાઓ દ્વારા મળેલા ટ્રાવેલિંગ બેગ, પેન ડ્રાઈવ ડયુલ, પાવર બેંક, ચાંદીની છબી, લેપટોપ બેગ, ટિફિન બોકસ, ફોર પીસ સેટ બોકસ, પ્લાસ્ટિક ફોલ્ડર બેગ, ખજૂર ફેન્સી પેકેટ વગેરે વસ્તુઓ આપી બહુમાન કરાયું હતું એસ.એસ.સી.માં 99.60 ટકા સાથે પ્રથમ આવેલા સાનિકા મહેશ રાજદેને મહાજન તરફથી રૂા. 11000ના ઈનામની જાહેરાત પ્રમુખ શ્રી માણેકે કરી હતી. આ તબક્કે લોહાણા મહાપરિષદ દ્વારા દર વર્ષે યોજાતી આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ત્રીજીવાર ચેમ્પિયન બનેલી મુંબઈ સહ મહારાષ્ટ્રની ક્રિકેટ ટીમ રઘુવીર રાઈડર્સના ક્રિકેટરો અને  ટીમના કન્વીનર નીતિન પાંધીનું સન્માન કરાયું હતું. તેમજ ટેલેન્ટ હન્ટ શોમાં  રનર અપ  ટીમના સ્પર્ધકોને સન્માનિત કરાયા હતા. સંચાલન શિક્ષણ સમિતિ અધ્યક્ષ લાલજી સરે કર્યું હતું. યુવા સમિતિ અધ્યક્ષ ચંદ્રેશભાઈ મજેઠિયા, મહિલા સમિતિ અધ્યક્ષ દેવયાનીબેન ઠક્કર, કારોબારી સભ્ય કુમારભાઈ પંડિતપૌત્રા, પંકજ ઠક્કર, મુલુંડ મહાજનના ગિરીશભાઈ કોઠારી, બદલાપુર, અંબરનાથ, ઉલ્લાસનગરના પ્રમુખ તરુણભાઈ લાલાઈ, નવી મુંબઈ સમાજના મંત્રી હર્ષદભાઈ મહિયર, સમાજ અગ્રણીઓ વગરે ઉપસ્થિત રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer