સાયબર ક્રાઇમ સામે સલામતી-જાગૃતિ માટે પશ્ચિમ કચ્છ પોલીસના પ્રયાસો

ભુજ, તા. 17 : સાયબર ક્રાઈમને લગતી ગુનાખોરીમાં ઉત્તરોત્તર વધારો થવાના વર્તમાન માહોલ વચ્ચે આવી ઘટનાઓ સામે સલામતી અને જાગૃતિ માટે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ઇન્ટરનેટ માધ્યમથી ખાસ  કાર્યક્રમ  અમલી બનાવાયો છે. પોલીસ અધીક્ષક એમ.એસ. ભરાડાના આદેશથી જે.એન. પંચાલ (પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.) તેમજ એસ.જે. રાણા (સબ ઇન્સ્પેકટર એલ.સી.બી.)ના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારની સુરક્ષા સેતુ યોજના અંતર્ગત એલ.સી.બી., પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા સાયબર સિકયુરિટી અવેરનેસ અંગેના બે ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યાં છે. આ અંગે વધુ માહિતી આપતાં એલ.સી.બી.એ જણાવેલું કે, છેલ્લા ત્રણેક વર્ષથી સાયબર ક્રાઇમની ફરિયાદોમાં ઉછાળો આવેલો છે. આવા સાયબર ક્રાઇમનો ભોગ બન્યા બાદ લોકોને જે આર્થિક કે સામાજિક નુકસાન થાય છે તેની ભરપાઇ કરવી મુશ્કેલ છે. આથી આવા ગુનાઓનો લોકો ભોગ ન બને તે માટે સાવચેતી અને અવેરનેસ એ એક જ ઉપાય છે. જેથી ફેસબુક પર વાાિંાિંત://|||.રફભયબજ્ઞજ્ઞસ. ભજ્ઞળ/ભુબયતિફળદફમ પેજ બનાવવામાં આવેલું છે તેમજ એન્ડ્રોઇડ એપ ઇન્સ્ટાગ્રામ પર િં.ળય/ભુબયતિફળદફમથી એક ચેનલ બનાવવામાં આવેલી છે. આ બંને પોર્ટલ પર નિયમિત રીતે સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે જરૂરી સૂચનો અને ઉપાયો જણાવવામાં આવશે. લોકોને આ બંને પોર્ટલનો લાભ લેવા વિનંતી કરાઈ છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer