અંતરજાળમાં નાપાસ થવાની બીકથી 10માના વિદ્યાર્થીએ કર્યો આપઘાત

ગાંધીધામ, તા. 17 : આદિપુરમાં તાજેતરમાં ધો. 12ના વિદ્યાર્થીએ આપઘાત કર્યાનો બનાવ તાજો જ છે, ત્યાં આજે તાલુકાના અંતરજાળ ગામમાં ધો. 10ની પરીક્ષાની ચોથી વખત તૈયારી કરતા વિદ્યાર્થી રાહુલ વિપુલ ગોરે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ, હતભાગી યુવાને  અંતરજાળમાં શાંતિનગર-2 ખાતે પોતાના ઘરે બપોરના અરસામાં આ પગલું ભરી લીધું હતું. માતા-પિતા રસકસની દુકાનમાં બેઠા હતા ત્યારે દરવાજો બંધ કરી પંખામાં રસ્સી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. હતભાગી યુવાન ધો. 10ની પરીક્ષામાં અગાઉ ત્રણ વખત નિષ્ફળ?રહ્યો હતો. ચોથી વખત નાપાસ થવાની બીકે તેણે આત્મઘાતી પગલું ભર્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer