મોટા ભાડિયાનો યુવાન ગુમ થતાં શોધખોળ અવિરત

માંડવી, તા. 17 : તાલુકાનાં મોટા ભાડિયાનો લાપતા ચારણ યુવકનો સપ્તાહ પૂરું થવા આવ્યું છતાં અત્તોપત્તો નહીં મળતાં પરિવારજનો ચિંતાતુર બન્યા છે તો બીજી બાજુ સંબંધિતનો મોબાઇલ સ્વીચ ઓફ આવતાં પોલીસતંત્ર લિંક મેળવવામાં લાચારી અનુભવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ સૂત્રોમાંથી મળેલી જાણકારી પ્રમાણે મોટા ભાડિયાનો દેવાંગ માણેક ગઢવી (ઉ.વ. 19) ગત 12મીએ દાંડિયારાસ માણવા ગયો એ પછી પરત ઘરે નહીં આવતાં ગુમનોંધ દર્જ કરાવાઇ હતી. પરિવારજનો, સ્વજનોની વ્યગ્રતા વચ્ચેની શોધખોળમાં આ લખાય છે ત્યાં લગી કોઇ?અત્તોપત્તો મળવા પામ્યો નથી. મોબાઇલ `બંધ' હોવાથી લોકેશન સહિતની તપાસમાં પોલીસ તંત્રને કોઇ લિંક મળી નથી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer