મોટી સાભરાઇ ગ્રામ પંચાયતને સુપરસીડ કરતાં વિકાસ કમિશનર

ભુજ, તા. 17 : માંડવી તાલુકાની મોટી સાભરાઇ ગ્રામ પંચાયતને વિકાસ કમિશનરે સુપરસીડ કરી વહીવટદારની નિયુક્તિ કરી છે. સાભરાઇ ગ્રામ પંચાયતનું સને 2017-18નું બજેટ નામંજૂર થતાં જિલ્લાપંચાયતની તા. 11/10/17ના મળેલી કારોબારી સમિતિમાં ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 253 હેઠળ ગ્રામ પંચાયતને સુપરસીડ કરવા વિકાસ કમિશનર-ગાંધીનગરને ભલામણ કરાઇ હતી. વિકાસ કમિશનરે સુનાવણી રાખી આ કામે તમામસાધનિક કાગળો જોઇને અધિકારની રૂએ સાંભરાઇ મોટી જૂથ ગ્રામ પંચાયતનું જાહેરનામું તા. 5/2/2018ના બહાર પાડયું છે અને વહીવટદાર તરીકે માંડવી તાલુકાના બાડાના ગ્રામસેવક કે. ડી. ડાંગરને નિયુક્ત કરતો આદેશ કર્યો હોવાનું નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) અશોકભાઇ વાણિયાએજણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer