મહિનાઓથી યોજનાના ફોર્મ ભરાયા પણ તંત્રે કામગીરી નથી કરી

નલિયા, તા. 17 : મા અન્નપૂર્ણા યોજના હેઠળ આવરી લેવા બાકાત રહી ગયેલા અરજદારોએ નિયત ફોર્મ અને સોગંદનામા સહિત અબડાસા મામલતદાર  કચેરીમાં મહિનાઓથી ફોર્મ આપી દીધા છે તેમ છતાં આ પ્રશ્ને સ્થાનિક પુરવઠાતંત્રે કોઈ કાર્યવાહી ન કરતાં અબડાસા તાલુકા કોંગ્રેસ લઘુમતી સેલ દ્વારા સત્યાગ્રહની ચેતવણી અપાઈ છે. આ અંગે અબડાસા તાલુકા કોંગ્રેસ લઘુમતી સેલના મહામંત્રી ખત્રી મોહંમદ હનિફ, મંત્રી નોતિયાર ફકીરમામદ, સંગઠનમંત્રી નોતિયાર ઓસમાણ વગેરેએ મામલતદારને પાઠવેલા આવેદનપત્રમાં મા અન્નપૂર્ણા યોજના હેઠળ સમાવેશ કરવા નિયત ફોર્મમાં તમામ આધારો સાથે અરજી આપેલી છે. તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં આ યોજનાની પાત્રતા ધરાવતા ઘણા અરજદારોને લાભ મળતો નથી. આ પ્રશ્ને નક્કર કાર્યવાહી નહીં કરાય તો આંદોલન કરાશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer