ભુજના રેલવે સ્ટેશને ચૂપચાપ લિફ્ટ બંધ કરી દેવાતાં મુશ્કેલી

ભુજ, તા. 17 : અહીંના રેલવે સ્ટેશને પ્રવાસીઓની સગવડ માટે શરૂ?કરાયેલી લિફ્ટ ઉદ્ઘાટન બાદ ચૂપચાપ બંધ?કરી દેવાતાં બુઝુર્ગ પ્રવાસીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે.ભુજના સિનિયર એડવોકેટ સુભાષભાઇ ડી. વોરાએ તાજેતરમાં આ અંગે સત્તાવાળાઓ તેમજ સાંસદ વિનોદભાઇ ચાવડાનું ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઉદ્ઘાટન બાદ આ લિફ્ટ કયા કારણોસર બંધ?કરાઇ?છે તે તપાસનો વિષય છે. જો કે, સાંસદે તત્કાળ પ્રતિસાદ આપ્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer