રાપર સુધરાઇમાં મૂળ કોંગ્રેસીઓની ઉપેક્ષાનો થતો આક્ષેપ

રાપર, તા. 17 : આગામી દિવસોમાં રાપર સુધરાઇની ચૂંટણી યોજાનારી છે, ત્યારે ટિકિટ ફાળવણીના મુદ્દે અત્યારથી જ કાવાદાવા શરૂ થઇ ગયા છે, એટલું જ નહીં ખુદ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારે ધારાસભ્યની લોબી સામે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર દ્વારા ફરિયાદ કરી છે. મંત્રી અબ્બાસભાઇ તાઇએ પત્રમાં એવી રજૂઆત કરી છે કે, અત્યારે ચૂંટણીનો સેન્સ લેવાઇ રહ્યો છે, ત્યારે મહિલા ધારાસભ્યની લોબીના મૂળ ભાજપમાંથી આવેલા તેમના નજીકના સગા સંબંધી મૂળ કોંગ્રેસીઓની અવગણના કરીને ભાજપમાંથી આવેલા ટિકિટ વાંચ્છુઓને તક આપવાની પેરવીમાં છે. જૂના કોંગીજનો ટિકિટની માગણી કરે છે, તેમની આર્થિક સદ્ધરતા પૂછવામાં આવે છે, જેથી પક્ષને તાત્કાલિક બચાવવાની માગણી કરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer