જંગલ ખાતાના રોજમદારોને કાયમી કર્મચારી જેટલા લાભો મળશે

ભુજ, તા. 17 : કચ્છ જિલ્લામાં વન વિભાગમાં ઘણા લાંબા સમયથી રોજમદાર તરીકે કામ કરતા રોજમદારો જેમની દસ વર્ષથી વધારે નોકરી હશે તેને કાયમી ગણવામાં આવશે. દરમિયાન જે રોજમદારોને કાયમી કરવામાં આવ્યા છે. તેના ઈજાફા ન અપાતાં તેની રજૂઆત ઉચ્ચકક્ષાએ ફરી કરાઈ છે. કચ્છ જિલ્લામાં જે રોજમદારો 29/10/10 પછીનાને પગાર ગ્રેડ રૂા. 4440-7440ના પગારધોરણમાં મુકાશે અને 1300ના ગ્રેડ પે સામે મોંઘવારી ભથ્થું, નિવૃત્ત વેતન, ગ્રેજ્યુઈટી અને 2005ની વર્ધિત પેન્શન યોજના વગેરે લાભ મળશે તેવું કર્મચારી નેતા દર્શક અંતાણીએ જણાવ્યું હતું. જંગલ ખાતાના રોજમદારોને દર વર્ષે બે મરજિયાત અને 12 દિવસની પરચૂરણ રજા અને 30 દિવસની પ્રાપ્ત રજા તેમજ 20 દિવસની અર્ધપગાર રજા અને અઠવાડિયે રવિવારની રજા અને રાષ્ટ્રીય તહેવારની મળવાપાત્ર થશે. ઉપરાંત કાયમી રોજમદારોની નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષની રહેશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer