અદાણી વિલ્મર પર્યાવરણની જાળવણી માટે મજબૂત કદમ ઉઠાવવા તૈયાર

અમદાવાદ, તા. 17 : પર્યાવરણની જાળવણી માટે નિષ્ઠા જાળવીને દેશમાં ખાદ્યતેલના સૌથી મોટા ઉત્પાદક અદાણી વિલ્મર લિમિટેડે તે ક્રમશ: તેમનું ખાદ્યતેલનું પેકેજિંગ વર્ષ 2018-19 પ્રથમ ત્રિમાસિક ગાળાથી સમગ્રપણે  રિસાઈકલ થઇ શકે તેવા પેકેજિંગ તરફ આગળ વધશે. હાલમાં અદાણી વિલ્મર દર મહિને અંદાજે 300 કે. ટન જેટલી પ્લાસ્ટિક ફિલ્મનો ઉપયોગ કરે છે અને 1 કિ. પી.આઇ. જેટલી ફિલ્મમાંથી અંદાજે 130 પાઉચ તૈયાર થાય છે. આ યોજનાના ભાગરૂપે સૌથી વધુ ઝડપથી વિકસતી ફૂડ એફએમસીજીએ હવે તેનું પેકેજિંગ નવું ફોર્મ્યુલેશન ધરાવતી એવી પ્લાસ્ટિક ફિલ્મ કરશે કે જે નવતર પ્રકારના પોલિથીલીન રેઝીન દ્વારા કરશે અને આ પી.ઇ. લેમિનેટ સોલ્યુશન તેમના સમર્પિત સપ્લાયર વિશાખા પોલિફેબ પ્રા.લિ. પાસેથી મેળવશે. અદાણી વિલ્મર દ્વારા વીપીપીએલ સાથે 9 માસનો કરાર  કરવામાં આવ્યો છે. આ ગાળા દરમ્યાન તેમને નવતર પ્રકારના પેકેજિંગનો ઉપયોગ કરીને સમગ્ર ખાદ્યતેલ ઉદ્યોગમાં વપરાશનો એક માત્ર અધિકાર પ્રાપ્ત થશે તેવું સીઓઓ અંગ્શુ મલ્લિકે જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer