ભચાઉ પાલિકા પક્ષોનું સમરાંગણ

ભચાઉ પાલિકા પક્ષોનું સમરાંગણ
ગાંધીધામ, તા. 13 : કચ્છમાં નગરપાલિકાઓના ઈતિહાસમાં જો ચૂંટણીના સૌથી વધુ કાવાદાવા થયા હોય તો તેવી નગરપલિકા ભચાઉની છે. ગત વર્ષ 2013ની ચૂંટણીઓ ત્રણ-ત્રણ વખત યોજવી પડી હતી. બે વખત કોંગ્રેસનો જ્યારે છેલ્લે ભાજપનો હાથ ઉપર રહ્યો હતો.  આ ભૂતકાળને ફરી ચૂંટણી આવી રહી છે ત્યારે વાગોળવો રસપ્રદ રહેશે. ગુજરાતમાં મુખ્યમંત્રી પદે નરેન્દ્ર મોદી કાર્યરત હતા અને તે વખતે નગરપાલિકાઓમાં `નો રિપિટ' થિયરી લાગુ કરાઈ હતી. જેનાથી નારાજ થઈને વીરેન્દ્રસિંહ જાડેજાએ ભાજપ છોડી કોંગ્રેસનો છેડો પકડયો હતો. પાલિકામાં તે વખતે કોંગ્રેસનું શાસન હતું અને પ્રમુખ હતા અશોકસિંહ ઝાલા. તે પછી જે પ્રથમ ચૂંટણી યોજાઈ તેમાં અશોકસિંહને ઈ.વી.એમ.માં ગરબડની આશંકા જતાં તેમણે મતગણતરી અટકાવીને વિરોધ નોંધાવ્યો હતો. વિરોધના પગલે ચૂંટણી પંચે ફેર મતદાનનો આદેશ કર્યો હતો. ફેર મતદાનમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો અને 27માંથી 23 બેઠકો તેણે કબ્જે કરી હતી. ભાજપની ચૂંટણીમાં દાળ નહીં ગળતાં તેણે ભાંગફોડનો રસ્તો અપનાવ્યો. વીરેન્દ્રસિંહનેમનાવીને કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવેલા નગરસેવકોને એકસામટા ભાજપમાં ભેળવી દેવાતાં ભાજપે પાલિકા ઉપર કબ્જો કર્યો હતો. જિલ્લા કોંગ્રેસના તત્કાલિન પ્રમુખ વી.કે. હુંબલે ભાજપના આ પગલાંને પક્ષાંતરધારા હેઠળ પડકારતાં ફરી ખેંચતાણ શરૂ થઈ હતી. કોંગ્રેસનો હાથ ત્યાં પણ ઉપર રહ્યો અને ચૂંટાઈને ભાજપમાં ગયેલા સભ્યો ગેરલાયક ઠર્યા હતા. પરિણામે એટલી બેઠકો માટે ફરીથી ચૂંટણી થઈ જેના અંતે ભાજપના સભ્યો ચૂંટાઈને આવતાં પાલિકા ઉપર સત્તાવાર ભગવો લહેરાયો હતો. તે પછી હવે પુન: ચૂંટણી આવી પહોંચી છે. તેમાં શું થાય છે તે જોવું રહ્યું. 

ભચાઉ પાલિકા ચૂંટણી : પિતા-પુત્ર સામે પિતા-પુત્ર  ગાંધીધામ, તા. 13 : ભચાઉ નગરપાલિકાની ચૂંટણીનું ચક્ર ભાજપ તથા કોંગ્રેસ બંનેમાં પિતા-પુત્ર આસપાસ ફરી રહ્યું છે. કેસરિયા પક્ષે ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ પોતાના પુત્રને જંગમાં ઉતાર્યા છે તો સામી તરફ કોંગ્રેસના અશોકસિંહ ઝાલાએ પોતે તથા પુત્ર બંનેએ જંગમાં ઝુકાવડાવ્યું છે. યોગાનુયોગ તો એ છે કે આ બંનેના પુત્રનું નામ કુલદીપ છે. વીરેન્દ્રસિંહના પુત્ર કુલદીપસિંહ વોર્ડ નં. 7માંથી જ્યારે અશોકસિંહના પુત્ર?કુલદીપસિંહ વોર્ડ નં. 2માંથી ચૂંટણી લડી રહ્યા છે. વીરેન્દ્રસિંહ ધારાસભ્ય હોવાથી આ વખતે પાલિકાની ચૂંટણીમાં નથી પરંતુ કોંગ્રેસમાંથી અશોકસિંહ વોર્ડ નં. 6માંથી ઉમેદવારી કરી રહ્યા છે. વીરેન્દ્રસિંહ ચૂંટણી ઇન્ચાર્જ છે તો અશોકસિંહ પણ?છે. એટલે પાલિકાનો આ ચૂંટણીજંગ બંને પક્ષે પિતા-પુત્રનો જંગ બની ગયો છે. 

ભચાઉ નગરપાલિકાના આ છે ઉમેદવારો  વોર્ડ નં. 1 : ઊર્મિલાબેન ભરત કાવત્રા (ભાજપ), કરમશીભાઇ એલ. ચૌહાણ (ભાજપ), જયેશ કેશુભાઇ વણકર (ભા.રા.કોં.), ભરતભાઇ ખીમજીભાઇ કાવત્રા (ભાજપ), રાજકુંવરબા શિવુભા જાડેજા (ભા.રા.કોં.), રામજી અખઇ રાવરિયા (ભા.રા.કોં.), શાન્તા- બેન ખીમજીભાઇ પ્રજાપતિ (ભા.રા.કોં.), શાન્તાબેન સવજી પ્રજાપતિ (ભાજપ).  વોર્ડ નં. 2 : અનિતા રામજી રાવરિયા (ભા.રા.કોં.), કલાવંતીબેન ઉમિયાશંકર જોષી (ભાજપ), કુલદીપસિંહ અશોકસિંહ ઝાલા (ભા.રા.કોં.), ચંદ્રેશ ખીમજી રાવરિયા (ભાજપ), જમનાબેન મણિલાલ જોષી (ભા.રા.કોં.), પ્રવીણભાઇ હિંમતરામ જોષી (ભા.રા.કોં.), વનરાજસિંહ દેવુભા ઝાલા (ભાજપ), વિમળાબેન પ્રેમજીભાઇ શામળિયા (ભાજપ).  વોર્ડ નં. 3 : અશ્વિની નવીનભાઇ દાફડા (ભાજપ), કાન્તાબેન પ્રેમજીભાઇ પરમાર (ભા.રા.કોં.), ગણેશભાઇ મીઠાભાઇ ગરવા (ભા.રા.કોં.), જાયમલ કરસન રબારી (ભાજપ), પેથાભાઇ વસ્તાભાઇ રાઠોડ (ભાજપ), મીઠીબેન પચાણભાઇ ખાણિયા (ભાજપ), લક્ષ્મીબેન નાનજીભાઇ ધેડા (ભા.રા.કોં.), વિજયસિંહ મેઘરાજસિંહ ઝાલા (ભા.રા.કોં).  વોર્ડ નં. 4 : ઇલાબેન ગોવિંદભાઇ શાહ (ભાજપ), જયશ્રી સુહાગભાઇ વોરા (ભા.રા.કોં.), પરેશભાઇ પ્રવીણભાઇ ઠક્કર (ભા.રા.કોં.), પ્રભાબેન પ્રભુલાલ ઠક્કર (ભા.રા.કોં.), બટુકસિંહ ભગુભા જાડેજા (ભા.રા.કોં.), ભરતસિંહ રણજિતસિંહ જાડેજા (ભાજપ), રાજેન્દ્રકુમાર અરજણભાઇ ઠક્કર (ભાજપ), સુશીલાબેન અશ્વિનભાઇ ઠક્કર (ભાજપ).  વોર્ડ નં. 5 : જુલેખાબેન દાઉદભાઇ કુરેશી (ભાજપ), દમયંતીબેન ભરતભાઇ પ્રજાપતિ (ભાજપ), નૂરમામદ કાસમભાઇ અબડા (ભા.રા.કોં.), પ્રવીણદાન ભીખુદાન ગઢવી (ભાજપ), ભરતદાન રતનદાન ગઢવી (ભા.રા.કોં.), શરીફાબેન કેસરભાઇ નારેજા (ભા.રા.કોં.), શેરઅલી ભચલશા સૈયદ (ભાજપ), સમીમબેન ભીખુભાઇ સોલંકી (ભા.રા.કોં.).  વોર્ડ નં. 6 : અશોકસિંહ નરભેસિંહ ઝાલા (ભા.રા.કોં.), કાસમશા ભાકરશા શેખ (ભાજપ), ગફુર સાલેમામદ કુંભાર (ભા.રા.કોં.), દિવાળીબેન છાકનાથ વાદી (ભાજપ), પ્રતાપસિંહ મનુભા ઝાલા (ભાજપ), મીઠીબેન નારણભાઇ પ્રજાપતિ (ભા.રા.કોં.), મોંઘીબેન પરસોત્તમભાઇ પ્રજાપતિ (ભાજપ), સલમા રફીકભાઇ સીદી (ભા.રા.કોં.), મોહનભાઇ હરિભાઇ દરજી (અપક્ષ). વોર્ડ નં. 7 : કુલદીપસિંહ વીરેન્દ્રસિંહ જાડેજા (ભાજપ), કુંવરબેન રામાભાઇ કોળી (ભા.રા.કોં.), કુંવરબેન રાયધણભાઇ કોળી (ભાજપ), લક્ષ્મીબેન રાયમલભાઇ કોળી (ભા.રા.કોં.), શરીફભાઇ લતીફ નોતિયાર (ભા.રા.કોં.), અરજણ હરભમ રબારી (ભાજપ), સારાબેન જાફરભાઇ કુંભાર (ભાજપ). 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer