રુદ્રમાતા ડેમ નર્મદાનાં નીરથી તરબતર કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ

રુદ્રમાતા ડેમ નર્મદાનાં નીરથી તરબતર  કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ
નિરોણા (તા. નખત્રાણા), તા. 13 (પ્રતિનિધિ દ્વારા) : કચ્છના મોટા રણને કાંઠે પથરાયેલી પાવરપટ્ટી અને આહીર પટ્ટીના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. વિસ્તારમાં પાણીના સ્તર ઊંડે ઊતરી ખારા બનતાં ખેતી પર મોટો ખતરો સર્જાયો છે. ત્યારે પાણી અને સિંચાઈ માટે એકમાત્ર વિકલ્પ આ વિસ્તારની જીવાદોરી સમા રૂદ્રમાતા ડેમને નર્મદાના નીરથી ભરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેવું સુમરાસર (શેખ) ખાતે પાવરપટ્ટી અને આહીરપટ્ટી દ્વારા યોજાયેલા સન્માન સમારંભમાં રાજ્ય સરકારના કચ્છીમંત્રી વાસણભાઈ આહીરે જણાવ્યું હતું. તેમણે હોસ્ટેલ ઊભી કરવાની ખાતરી આપી આ ગામને પ્રા. આરોગ્ય કેન્દ્રની મંજૂરીની જાહેરાત કરી હતી.  સાંસદ વિનોદભાઈ ચાવડાએ છેલ્લા ત્રણ દાયકા સુધી પ્રજાની વચ્ચે રહી સેવા સાથે વિકાસકાર્યો કરવાની તક ભાગ્યશાળી વાસણભાઈ આહીરને મળી છે જે સફળતાપૂર્વક કરી બતાવ્યું છે તેમ કહ્યું હતું તો જિલ્લા ભાજપના અધ્યક્ષ કેશુભાઈ પટેલે પાવરપટ્ટી વિસ્તાર વૈવિધ્યસભર ગણાવી તેના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સદા પ્રયત્નશીલ રહેશે તેમ કહ્યું હતું. હકૂમતસિંહ જાડેજા, રુદ્રમાતા જાગીરના પ્રમુખ રૂપાભાઈ ચાડ યોજાયા હતા. વિવિધ સમાજો દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેશુભાઈ પટેલ, જિ.પં. અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, પૂર્વ પ્રમુખ જીવાભાઈ શેઠ, રૂપાભાઈ ચાડ, ભુજ તા.પં. પ્રમુખ કંકુબેન ચાવડા, ભાજપ અગ્રણી દેવજી માવજી લીંબાણી, પૂર્વ તા.પં. પ્રમુખ હકૂમતસિંહ જાડેજા, હઠુભા  જાડેજા, હરિભાઈ ગાગલ, જેમલભાઈ રબારી, સામજીભાઈ આહીર, હરિભાઈ જાટિયાનું ગામ અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ગામના વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવતા 80 જેટલા કર્મયોગીને પણ સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વીરજી રામજી આહીર, શિવજીભાઈ ચાડ, દામજી વાલા ગાગલ, રમેશભાઈ ચાડ, આદમભાઈ શેખ, આમદભાઈ જુણેજા સહિતના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન વિરમભાઈ આહીર અને આભારવિધિ દામજીભાઈ વારોત્રાએ કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer