ભુજમાં યુવા ક્લબ વિકાસ કાર્યક્રમો યોજી નવી ક્લબોનું નિર્માણ

ભુજમાં યુવા ક્લબ વિકાસ  કાર્યક્રમો યોજી નવી  ક્લબોનું નિર્માણ
ભુજ, તા. 13 : નેહરુ યુવા કેન્દ્ર-ભુજ દ્વારા યુવા કલબ વિકાસ કાર્યક્રમ યોજી નવી યુવા કલબો નિર્માણ કરાઈ હતી. કેન્દ્ર દ્વારા પાંચ દિવસીય યુવા કલબ વિકાસ કાર્યક્રમનું આયોજન કરી દસ નવી યુવા કલબોનું નિર્માણ કરાયું હતું. જેઓ યુવા પ્રવૃત્તિમાં સંકળાઇને ખેલકૂદ, સાંસ્કૃતિક કાર્યક્રમ કરી સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરશે. નવા નિર્માણ પામેલા મંડળોમાં આઇ સોનલ મહિલા મંડળ (મોટી ખાખર), નારી શક્તિ મહિલા મંડળ (મુંદરા), જય ભીમ યુવા મંડળ?(ઝરપરા) વિ.નું નિર્માણ ફિલ્ડ ઓફિસર અને રાષ્ટ્રીય સેવા કર્મી હરપાલસિંહ જાડેજા અને પાતાળિયા ગોવિંદભાઇએ કર્યું છે, જેથી અગામી સમયમાં સરકારના લાભો તેમને પ્રાપ્ત થશે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer