ફેડકપમાં ભારતનું પ્રદર્શન ઉત્સાહજનક : સાનિયા

ફેડકપમાં ભારતનું પ્રદર્શન ઉત્સાહજનક : સાનિયા
નવી દિલ્હી, તા. 13 : ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્જાના કહેવા પ્રમાણે, ફેડકપમાં અંકિતા રૈનાનું પ્રદર્શન સારું હતું પણ ટીમે ટૂર્નામેન્ટના બીજા તબક્કામાં પહોંચવાની જરૂર હતી. ભારતીય ટીમ ગત સપ્તાહમાં રેલિગેશન પ્લેઓફમાં ચીની તાઈપેને 2-0થી હરાવીને એશિયાના દળમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી. આ અગાઉ સ્પર્ધામાં ભારતને ચીન અને કઝાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડયો હતો. સાનિયાએ આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, ટૂર્નામેન્ટમાં યુવા ખેલાડીઓએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું તેમ છતાં ટીમ બીજા તબક્કામાં પહોંચી શકી નથી. આ દરમ્યાન ખેલાડીઓએ દિગ્ગજ હરીફોને માત કર્યા હોવાથી ટૂર્નામેન્ટ ખૂબ જ  નોંધપાત્ર રહી છે અને હંમેશાં રમતનાં હકારાત્મક પાસાં નજરે લેવાં જોઈએ.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer