આવતાંવેંત જ છવાઈ ગયેલી આ યુવતી કોણ છે ?

આવતાંવેંત જ છવાઈ ગયેલી આ યુવતી કોણ છે ?
તા. 14/2ના યુવા દિલોના તહેવાર ગણાતા વેલેન્ટાઈન્સ ડેની ઉજવણીની તૈયારી ચાલતી હતી કે તેના આયોજન ઘડાતા હતા એવામાં જ રવિવારે અચાનક જ આંખ મારીને યુવાનને પાણી-પાણી કરી દેનારી યુવતીનો વીડિયો દેશમાં અનેક યુવાનોને ઘાયલ કરી ગયો અને જોતજોતામાં એ એવો વાયરલ થયો કે લગભગ દરેકના વોટ્સએપ, ફેસબુકમાં દેખાયો. સાવ સામાન્ય ઘરની કોલેજિયન જેવી લાગતી આ યુવતીની બિન્દાસ વર્તણૂકે આ છોકરી કોણ છેનું ખાસ્સું કુતૂહલ જગાવ્યું હતું. આ યુવતી કેરાલાની છે અને તેનું નામ છે પ્રિયા પ્રકાશ વેલિયાર. માત્ર 18 વર્ષની આ યુવતી મલયાલમ ફિલ્મોની અભિનેત્રી છે અને તેની પહેલી ફિલ્મ આંસુ અદાર લવ રજૂ થવાની છે. મારા-તમારા અને લગભગ સૌના મોબાઈલમાં આવેલો આ વીડિયો તેની પહેલી ફિલ્મનો પ્રોમો છે. 3.16 મિનિટનો ગીતનો માત્ર 1.45 સેકન્ડનો ભાગ જ દરેક જગ્યાએ વારયલ થયો છે. આ ફિલ્મ શાળામાં ઊભા થતા ટીનએજ લવને કેન્દ્રમાં રાખીને બનાવાઈ છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer