ગાંધીધામમાં મારામારી :બંને પક્ષે થઇ ફરિયાદ

ગાંધીધામ, તા. 13 : શહેરનાં કાર્ગો વિસ્તારમાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી ત્રણ મહિલા સહિત ચાર શખ્સોએ માતા અને પુત્ર ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો. તેમજ સામા પક્ષે એક મહિલા ઉપર બે લોકોએ હુમલો કર્યો હતો. શહેરનાં એકતાનગરમાં રહેતા કંચનબેન ગુગા દેવા ઠાકોરએ આ જ વિસ્તારના મટુબેન માનસંગ ઠાકોર, બહાદુર ઠાકોર, પાર્વતીબેન ઉર્ફે ધોળીબેન ઠાકોર તથા લક્ષ્મીબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ પરિવારો વચ્ચે અગાઉ થયેલ ઝઘડાનું મનદુ:ખ રાખી આરોપીઓએ કંચનબેન તથા તેમના 15 વર્ષીય પુત્ર કિશન ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો જેમાં કિશનને ખભામાં ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચી હતી. સામા પક્ષે મટુબેન માનસિંઘ બેચર કોળીએ દિલીપ ઉર્ફે કટીયો તખાજી ઠાકોર તથા તેની પત્નિ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ ફરિયાદી મહિલા દારૂ અંગે પોલીસને બાતમી આપે છે તેવો શક વહેમ રાખી આ દંપતીએ મહિલાને માર માર્યો હતો. બે પરિવારો વચ્ચે વારાફરતી થયેલી મારામારીના આ બનાવમાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer