ગાંધીધામમાં જાતિ અપમાનીતની કલમ ફરિયાદમાંથી દૂર કરાઇ

ગાંધીધામ, તા. 13 : શહેરનાં વર્ષ 2012ના ધાક ધમકીના કેસમાં એટ્રોસીટી એકટની કલમ 3નો ઉમેરો કરવાની અરજીને ગાંધીધામ કોર્ટે ફગાવી દીધી હતી.આ કેસની હકીકત મુજબ ફરિયાદી મીઠુ ઘેવરરામ ચૌહાણે ગંગારામ ભાનુશાલી, પ્રકાશ ભાનુશાલી, ઉપર મોચી જાતિને અપમાનીત કર્યા હોવાની ફરિયાદ કરી હતી. આ કેસની તપાસમાં  ફરિયાદી અનુસૂચિત જાતિમાં આવતો ન હોવાનું તપાસમાં બહાર આવતાં તપાસ અધિકારીએ એટ્રોસીટી એકટની કલમ દૂર કરવાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. આ મામલે ફરિયાદીએ કોર્ટમાં એટ્રોસીટીની કલમ 3 ઉમેરવા અરજી કરી આ મામલે આરોપીઓએ એડવોકેટ આર.ટી. લાલચંદાણી, પ્રવીણ પરમાર, હરેશ તેજવાણી મારફતે અરજી સંદર્ભે વાંધા રજૂ કર્યા હતા. ફરિયાદીને બંધારણીય રીતે અનુસૂચિત જાતિનાં લાભો મળતા ન હોવાનું પુરવાર થતાં જજ એસ.આર. ગર્ગે ફરિયાદીની અરજી ફગાવી દીધી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer