ધોરાવર ગામે ગ્રા.પં.ની અસંમતિ છતાં કરાતું ટાંકાનું કાર્ય બંધ કરાવો

ધોરાવર (તા. ભુજ), તા. 13 : અહીંના કાનાણીવાસમાં પોતાની માલિકીની જમીનમાં 14મા નાણાપંચની ગ્રાન્ટમાં પંચાયતની અસંમતિ છતાંય ટાંકાનું ચાલતું કામ બંધ કરાવવા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ગ્રા.પં. દ્વારા માંગ કરાઈ છે. સરપંચ સમા હાજી અલાના હાજી હસને કરેલી રજૂઆત મુજબ 14મા નાણાપંચની 2015-16ની ગ્રાન્ટોમાં જૂથ ગ્રા.પં.ના 13 કામો 8 માસ અગાઉ કરાયાં છે તે કામોનું બિલ હજી સુધી બનાવાયું નથી કેમ કે લોકો પંચાયતના વિકાસના કામોમાં વારંવાર દખલગીરી માહિતીઓ કે ફરિયાદો કરે છે જે પાછળનું કારણ જે તે વિસ્તારનું કામ મેળવવું છે. આ કાર્ય ન અપાતાં પંચાયતના કામો કેવી રીતે બંધ થાય એ માટે સમા ગફુર અલીમામદ અને સમા સુલેમાન કાના જુદા જુદા ખાતામાં ફરિયાદો કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાનાણીવાસમાં સુલેમાન કાનાએ જેના ઘર નજીક માલિકીની જમીનમાં બીજા કોઈને પાણી મળશે તેવું જણાવી અંગત સ્વાર્થ ખાતર પંચાયતની મંજૂરી મેળવ્યા વિના દાદાગીરીથી ટાંકાનું કામ ચાલુ છે. અહીં પ્રશ્ન એ છે કે પંચાયતના સિવિલીયન ગ્રામ સભ્ય ન હોય તો પણ બાંધકામ કરી શકે કે કેમ તેવો સવાલ કરી જો કામ બંધ નહીં કરાવાય તો નાછૂટકે અદાલત, ગુજરાત પંચાયત સચિવ કે મુખ્ય સચિવને લેખિત ફરિયાદ કરાશે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer