ગાંધીધામ વિસ્તારના પ્રશ્નોના ઉકેલ અર્થે ધારાસભ્યનો કોલ

ગાંધીધામ વિસ્તારના પ્રશ્નોના  ઉકેલ અર્થે ધારાસભ્યનો કોલ
ગાંધીધામ, તા. 12 : ગાંધીધામ શહેરના સ્થાપનાદિન ગાંધીધામ ડેના દિવસે ધારાસભ્યના લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગાંધીધામમાં ટાગોર રોડ પર સેક્ટર-8માં ગોલ્ડ પોઇન્ટ બિલ્ડિંગમાં પ્રથમ માળે (ઓફિસ નં. 113) કાર્યરત કાર્યાલયનું ઉદ્ઘાટન કરતાં રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે આ કાર્યાલયના માધ્યમથી ગાંધીધામ સંકુલના પ્રશ્નોને વાચા મળશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. સાંસદ વિનોદભાઇ ચાવડાએ પ્રાસંગિક વક્તવ્યમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, ગાંધીધામમાં કેન્દ્ર સરકારને સ્પર્શતા પ્રશ્નો અનેક છે ત્યારે આ કાર્યાલયમાં કેન્દ્રને લગતા પ્રશ્નો આવશે તો તેનો ઉકેલ લાવવા પ્રયત્નશીલ રહીશ. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પોતાના વક્તવ્યમાં ગાંધીધામ વિધાનસભા મતવિસ્તારના પ્રશ્નોને કાર્યાલયના માધ્યમથી વાચા આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ વેળાએ કચ્છ ભાજપના પ્રભારી બિપિનભાઇ દવે, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઇ ગઢવી, રામજીભાઇ ધેડા, સુધરાઇ પ્રમુખ ગીતાબેન ગણાત્રા તેમજ ગાંધીધામ ભચાઉ શહેર તાલુકા ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer