ગાંધીધામમાં ખુલ્યો આધુનિક બ્યૂટી સ્ટુડિયો

ગાંધીધામમાં ખુલ્યો આધુનિક બ્યૂટી સ્ટુડિયો
ગાંધીધામ, તા. 12 : શહેરના ટાગોર રોડ પર મહિલાઓ માટેના અદ્યતન એવા ગ્લેમોન બ્યૂટી સ્ટુડિયોનો ઉદ્ઘાટન સમારંભ તાજેતરમાં યોજાયો હતો, જેમાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ બી. જાડેજા, ગાંધીધામ ચેમ્બર પ્રમુખ બાબુભાઇ ભીમાભાઇ હુંબલ, ગાંધીધામ સુધરાઇ પ્રમુખ ગીતાબેન ગણાત્રા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિતના મહાનુભાવોના હસ્તે રિબિન કાપીને સ્ટુડિયોનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરાયું હતું. દરમ્યાન ઉપસ્થિત અતિથિઓનું સ્મૃતિચિહ્ન આપી સન્માન પણ કરાયું હતું. આધુનિક ગ્લેમોન બ્યૂટી સ્ટુડિયોમાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ લોરીયલ તથા અન્ય બ્રાન્ડના સૌંદર્ય પ્રસાધનો અને નવી ટેકનોલોજીના સાધનોની મદદથી હેર, બ્યૂટી, મેકઅપ (બ્રાઇડલ) વિશેષમાં કચ્છમાં સૌપ્રથમ વખત નેલ બાર, નેલ આર્ટ, નેલ એક્સસ્ટેશન જેલ દ્વારા હાથના નખમાં આર્ટ સહિતની સુવિધાઓ પ્રોફેશનલ સ્ટાફ સાથે ઉપલબ્ધ કરાવાઇ છે. આ પ્રસંગે ગાંધીધામ ચેમ્બર ઉપપ્રમુખ નંદલાલભાઇ ગોયલ, જી.ડી.એ.ના પૂર્વ ચેરમેન મધુકાન્તભાઇ શાહ, ડીવાય. એસ.પી. ધનંજય વાઘેલા, કચ્છ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ દિવ્યાબા જાડેજા, કચ્છમિત્રના કોર્પોરેટ પ્રતિનિધિ અઝીમ શેખ, ધવલભાઇ આચાર્ય, બી. મંગતરામના એમ.ડી. રાજુભાઇ ચંદનાની, મુકેશભાઇ પારેખ, યુસુફભાઇ સંઘાર, નાશીરખાન પઠાણ, રાજુભાઇ શાહ, હિતેનભાઇ સોની (જનરલ મેનેજર બી. મંગતરામ), રિયાઝ ખત્રી (મેને. ડા. વિદ્યુત ટ્રાન્સફોર્મર), બ્રિજલ મહેતા, જીતુભાઇ જૈન, રેવાભાઇ કલવાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રીતુબેન ગોયલ અને કરીનાબેને કર્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer