રાજ્યસ્તરે કરાટેમાં કચ્છી કૌવત : 14 ખેલાડીને 19 ચંદ્રક

રાજ્યસ્તરે કરાટેમાં કચ્છી કૌવત : 14 ખેલાડીને 19 ચંદ્રક
રાપર, તા. 12 : તાજેતરમાં દમણ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની ચેમ્પિયનશિપમાં અંકિત કરાટે એકેડમીની તાલીમ હેઠળ 14 વિદ્યાર્થીઓએ 19 મેડલ મેળવી સમાજનું અને કચ્છ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. પોલાર આશા માવજીભાઇ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ, પોલાર પૂજા હરખાભાઇ સિલ્વર મેડલ (2), દુબરિયા દિવ્યા હોથીભાઇ-સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તથા ચૌધરી ધર્મિષ્ઠા માદેવાભાઇ સિલ્વર અને બ્રોન્ઝ, કાવ્યા ગડા-બ્રોન્ઝ મેડલ, નિખિલસિંઘ રાના-સિલ્વર મેડલ, ગૌરવ રાજગોર-ગોલ્ડ મેડલ (2), જાપાન ધનશરા-ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ, સૂરજ દેવાંગન-સિલ્વર મેડલ, રવિ ઉદાસી-બ્રોન્ઝ મેડલ, સોની મેઘ-બ્રોન્ઝ મેડલ (2), રાણા કલ્યાણી-બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. બાળકોને તાલીમ માધાપર ખાતે ચાલતી અંકિત કરાટે એકેડમીના પ્રશિક્ષક દુબરિયા અંકિત માદેવાભાઇએ આપી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer