માત્ર કોહલી પર મદાર રાખવો ભારત માટે જોખમી બની શકે છે

નવી દિલ્હી, તા. 12 : ભારતીય સુકાની વિરાટ કોહલી સતત શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે અને તેના બેટમાંથી સતત રનનો ધોધ વહી રહ્યો છે. દ. આફ્રિકા વિરુદ્ધની વર્તમાન વન ડે શ્રેણીમાં પણ કોહલી છવાઇ ગયો છે. એક તરફ જ્યારે કોહલી રન કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ અન્ય ભારતીય બેટધરો આફ્રિકામાં સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. કોહલીને જરૂર તેના દિલ્હીના સાથીદાર શિખર ધવનનું યોગદાન મળી રહ્યંy છે, પણ બાકીના બેટધરોની નિષ્ફળતા ટીમ ઇન્ડિયા માટે વર્લ્ડકપ પહેલાં રેડ સિગ્નલ સમાન છે. કોહલીએ ટેસ્ટ શ્રેણીમાં 286 રન બનાવ્યા હતા અને હવે ચાર વન ડેમાં બે સદી અને એક અર્ધસદીથી કુલ્લ 393 રન બનાવી લીધા છે. વન ડે ક્રિકેટમાં ત્રણ બેવડી સદીનો રેકોર્ડ ધરાવનાર રોહિત શર્મા હાલ સતત નિષ્ફળતા સહન કરી રહ્યો છે. જો કે, ધવને એક સદીથી કુલ્લ 271 રન કરીને કોહલીને સારો સાથ આપ્યો છે. વર્લ્ડકપને હવે 16 મહિના જેવો સમય છે. આથી વિશેષજ્ઞોનું માનવું છે કે ટીમ ઇન્ડિયાની સુકાની વિરાટ કોહલી પરની નિર્ભરતા વધી રહી છે, જે ભારતીય ટીમ માટે ખતરનાક સાબિત થઇ શકે છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer